જામનગરની નાગમતી નદીના બેઠા પુલ પાસે પાણીના પ્રવાહ અને કચરાના ઢગલા વચ્ચે ગાય ફસાઈ જતાં ગૌ પ્રેમીઓમાં કચવાટ
Jamnagar : જામનગર નજીકનો રંગમતી ડેમ કે જેના પાટીયા ખોલીને પાણી છોડવામાં આવ્યો હતો, અને તે પાણીનો જથ્થો જામનગરની નાગમતી નદીમાં આવ્યો હતો.
દરમિયાન નાગમતી નદીના બેઠા પૂલ પાસે પાણીનો પ્રવાહ અને કચરાનો મોટો જથ્થો એકત્ર થયો હતો. જેની વચ્ચે એક ગાય ફસાઈ ગઈ હતી, અને બહાર નીકળવા માટેની અનેક મથામણ કરી હતી, પરંતુ કચરાના ઢગલા અને પાણીના પ્રવાહને કારણે બહાર નીકળી શકી ન હતી, તેથી ગૌ પ્રેમીઓમાં ભારે કચવાટ જોવા મળ્યો હતો.
રંગમતી નદીના બેઠા પુલ થી થોડે દૂર મોટા કચરાના ઢગલાની વચ્ચે ગાય ફસાઈ હોવાથી અન્ય કોઈ વ્યક્તિ ગાયને કાઢવા માટે સમર્થ ન હતું તેથી પણ ગાય માટે દયનિય પરિસ્થિતિ ઊભી થઈ હતી.