Get The App

ગુજરાતમાં કોરોનાના 119 નવા કેસ, એક્ટિવ કેસની સંખ્યા 500ને પાર, એક પણ મોત નહીં

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાતમાં કોરોનાના 119 નવા કેસ, એક્ટિવ કેસની સંખ્યા 500ને પાર, એક પણ મોત નહીં 1 - image


Coronavirus Cases in Gujarat: ભારતમાં કોવિડ-19ના કેસમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. જેમાં દિલ્હી, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને કેરળ જેવા રાજ્યોમાં વધુ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, એક્ટિવ કેસની સંખ્યા 4,302 સુધી પહોંચી ગઈ છે. ત્યારે હવે ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગે પણ કોરોનાના નવા આંકડા જાહેર કર્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 119 નવા કેસ નોંધાયા છે. જેને લઈને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 508 પર પહોંચી ગઈ છે. જેમાંથી 18 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 490 દર્દી હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય 72 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી.

ગુજરાતમાં કોરોનાના 119 નવા કેસ, એક્ટિવ કેસની સંખ્યા 500ને પાર, એક પણ મોત નહીં 2 - image

Tags :