અમદાવાદમાં પિતરાઈ ભાઈએ બહેનના રૂ.1.75 કરોડ ચાઉં કરી લીધા, ત્રણ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ
Ahmedabad News : અમદાવાદના નવરંગપુરામાં મહિલા સાથે પિતરાઈ ભાઈએ 1.75 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. પિતરાઈ ભાઈ અને તેના ભાગીદારોએ ધંધામાં આર્થિક મદદ કરવા મહિલાને કહ્યું હતું. જેમાં મહિલાએ વિશ્વાસ રાખીને રૂપિયા આપ્યા હતા. જોકે, મહિલાએ ઘર ખરીદવા માટે પિતરાઈ ભાઈ પાસેથી રૂપિયા પરત માગ્યા તો આરોપી વારંવાર બહાના આપતા હતા. અંતે કંટાળીને મહિલાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પિતરાઈ ભાઈ સહિત ત્રણ આરોપી વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.
પિતરાઈ ભાઈએ બહેન સાથે કરી કરોડોની છેતરપિંડી
નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં 2 ઓક્ટોબરના રોજ નોંધાયેલી FIR મુજબ, ફરિયાદી નેહલ ઠક્કર (ઉં.વ.48), જે પ્રહલાદનગર સ્થિત એક કંપનીમાં એસોસિયેટ ડિરેક્ટર છે. નેહલે જણાવ્યું હતુ કે, 'મારા પિતરાઈ ભાઈ ચેતન જયંતિભાઈ કારિયાએ મે 2023માં આસ્થા ક્રિએશન્સ કંપની માટે ફંડ મેળવવા અને તેમના ધંધામા પ્રિત પ્રદીપ કારિયા અને સાગર ચેતન કારિયા નામના ભાગીદારોને નાણાકીય મુશ્કેલી હોવાથી મને રોકાણ કરવાનું જણાવ્યું હતું.'
ફરિયાદમાં જણાવ્યું હતું કે, ચેતને ધંધો સ્થિર થયા પછી પૈસા પાછા મળી જશે તેવું કહેલું. જેથી નેહલે મે અને ઓક્ટોબર 2023 દરમિયાન રૂ.1.37 કરોડ આસ્થા ક્રિએશન્સના એક્સિસ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતી. જ્યારે અન્ય રૂ.37.5 લાખ રોકડા આપ્યા હોવાનો દાવો કર્યો છે, ત્યારે નેહલે કુલ 1.75 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેમાં મહિલાના પતિએ પણ પિતરાઈ ભાઈના નાણાકીય મદદ કરવા સંમતિ આપી હતી.
આ પણ વાંચો: અમદાવાદના જાણીતા મોલમાં ચેન્જિંગ રૂમમાં સગીરાના વાંધાજનક વીડિયો બનાવતો યુવક પકડાયો
જ્યારે મહિલાને ઘર ખરીદવા માટે નાણાકીય જરૂરિયાત ઊભી થતાં ચેતને જણાવ્યું હતું. પરંતુ આરોપી વારંવાર બહાના આપતો હતો. અંત મહિલાએ સમગ્ર મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ચેતન કારિયા અને તેના ભાગીદારો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ FIR નોંધાવી હતી. છેતરપિંડીની ઘટનાને લઈને પોલીસે જણાવ્યું હતું કે, આરોપીને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. જ્યારે અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કરાઈ છે કે નહીં તેને લઈને પણ તપાસ ચાલી રહી છે.