Gujarat

ધ્રાંગધ્રામાં છેતરપિંડીના કેસમાં કોર્ટે 3 આરોપીના રિમાન્ડ નામંજૂર કર્યા

By GS TEAM
20 Mar 20261 min read
ધ્રાંગધ્રામાં છેતરપિંડીના કેસમાં કોર્ટે 3 આરોપીના રિમાન્ડ નામંજૂર કર્યા

દસ્તાવેજ રજિસ્ટ્રાર સામે થયો હોય કોર્ટે સિવિલ મેટર ગણાવી

છેતરપિંડીથી જમીનનો દસ્તાવેજ કરવાના પ્રકરણમાં ત્રણ શખ્સોને જેલ હવાલે કરવામાં આવ્યા

ધ્રાંગધ્રા - ધ્રાંગધ્રામાં છેતરપિંડીના કેસમાં કોર્ટે ત્રણ આરોપીેના રિમાન્ડ નામંજૂર કર્યા છે. દસ્તાવેજ રજિસ્ટ્રાર સામે થયો હોય કોર્ટે સિવિલ મેટર ગણાવતા ત્રણ શખ્સોને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

ધ્રાંગધ્રા શહેરમાં છેતરપિંડીથી જમીનનો દસ્તાવેજ કરી લીધો હોવાની ફરિયાદમાં નવો વળાંક સામે આવ્યો છે. કુંભારપરા વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ લકુમને આથક મદદ માટે રૃ.૦૬ લાખ લીધા બાદ બે શખ્સોએ છેતરપિંડી આચરી પ્રેમજીભાઈની જમીનમાં ૨૫ ટકાનો દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. આ બંને શખ્સો સહિત દસ્તાવેજ કરનાર અને સાક્ષી તરીકે સહી કરનાર કુલ ૦૪ વિરુધ ગુનો નોંધાયો હતો.  જ્યારે સ્થાનિક પોલીસે સંજય સરૈયા, ચંદ્રેશ ગોલતર અને સુરેશ રાતડિયાને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી પરંતુ ધ્રાંગધ્રા કોર્ટે દસ્તાવેજ રજિસ્ટ્રાર સામે થયો હોવાથી આ પ્રકરણ છેતરપિંડી નહીં હોવાનું અને સમગ્ર કેસ સિવિલ મેટર હોવાનું અવલોકન કરી ત્રણેય શખ્સોના રિમાન્ડ નામંજૂર કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.