Gujarat

ગુજસીટોકના આરોપી હરેશ ઊર્ફે હરી સિંધીના રેગ્યુલર જામીન કોર્ટે ફગાવ્યા

By GS TEAM
5 Jul 20251 min read
ગુજસીટોકના આરોપી હરેશ ઊર્ફે હરી સિંધીના રેગ્યુલર જામીન કોર્ટે ફગાવ્યા

કુખ્યાત અલ્યુ સિંધી, જુબેર મેમણ સહિત આઠ સામે વારસીયા પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે. આ કેસમાં આરોપી હરેશ ઉર્ફે હરી ચંદ્રકાંતભાઇ બ્રહ્મક્ષત્રિય (રહે. એસ.કે. કોલોની,વારસિયા)ની રેગ્યુલર જામીન અરજી કોર્ટે ના મંજુર કરવાનો હુકમ કર્યો હતો.

સ્પેશિયલ જજ ગુજસીટોક વિકુલ કનુપ્રસાદ પાઠકની કોર્ટમાં આ રેગ્યુલર જામીન અરજીની સુનાવણી હાથ ધરાતા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર રઘુવીર પંડ્યાની દલીલો થઈ હતી કે, આરોપી વિરુદ્ધ ગુનાઓની ચાર્જશીટ જોતા તેઓ ભેગા મળી સિન્ડિકેટમાં કામ કરે છે તેવા પુરાવા તપાસમાં મળ્યા છે, સિન્ડિકેટથી કમાયેલા નાણામાંથી કોઈ પણ પ્રકારનો ટેક્સ ન ભરી તેવા નાણાના ઉપયોગથી અન્ય બીજા ગુનાઓ આચરતા હોય છે, આરોપીને જામીન મળે તો જે આરોપીઓ હાલ જેલમાં છે તથા જે આરોપીની ધરપકડ હજુ સુધી થઈ નથી તેઓ તેનો લાભ લેશે, અગાઉ નોંધાયેલ ગુનામાં જામીન મુક્તમાં ગુનાહિત પ્રવૃત્તિ ન કરવા સ્પષ્ટ શરતો હોવા છતાં પાલન કર્યું નથી. ઉલ્લેખનીય છે કે, હરેશ વિરુદ્ધ પ્રોહિબિશનના 16, શરીર સંબંધી 1, અકસ્માત 1, જેલમાંથી ભાગી જવું 1 મળી કુલ 19 ગુના નોંધાયા છે. આ ગુનામાં હરેશ સહિત કુલ 5 આરોપી હાલ જેલમાં છે તેમજ 3 આરોપી ફરાર છે.