Gujarat

જામનગરના કાનાલૂસ પાસેથી જાલીનોટ સાથે પકડાયેલા બે શખ્સોની જામીન અરજી અદાલતે રદ કરી

By GS TEAM
9 Mar 20262 mins read
TukuTouch Logo
દેશના અર્થતંત્ર સાથે ચેડા કરનારને જામીન અપાય નહીં, તેવી સરકારી વકીલની દલીલ અદાલતે ગ્રાહ્ય રાખી

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના કાનાલૂસ પાસેથી જાલીનોટ સાથે પકડાયેલા બે શખ્સોની જામીન અરજી અદાલતે રદ કરી

Jamnagar Court : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ ગામના પાસેથી તાજેતરમાં જાલી નોટ સાથે કુલ પાંચ આરોપીઓ ઝડપાયા હતા, અને ઝેલ હવાલે થયા હતા. જે પાંચ આરોપીઓમાંથી બે આરોપીઓએ જેલમાંથી પોતાને જામીન ઉપર મુક્ત કરવા માટેની જામીન અરજી કરતાં અદાલતે આ અરજીઓ રદ કરી છે. 

આ કેસની વિગતો મુજબ ગત તા.14/2/29ના રોજ પોલીસે હમીદ પપ્પુ તુરા કનાટ અને અરમાન કઝલુ રહેમાન અબ્દુલ કુરેશીને કાનાલુસ ગામ પાસે કંપનીના ગેઈટ પાસે પાર્ક કરાવેલા રાજસ્થાન પાસીંગના ટ્રકમાંથી ભારતીય ચલણની રૂ.500ની જાલી નોટોના જથ્થા સાથે ઝડપી લીધા હતા. 

પોલીસે બાતમીના આધારે આ રેઈડ કરી હતી. જેમાં બેન્ક મેનેજર અને પંચોને સાથે રખાયા હતા. જથ્થો ઝડપાયા બાદ તેના સ્કેનીંગમાં રૂ.500ના દરની કુલ 100 નોટો જાલી હોવાનું સામે આવતા એફ.એસ.એલ.અધિકારીને બોલાવીને તેનો રિપોર્ટ મેળવાયો હતો. અને વધુ ચકાસણી માટે નોટો ગાંધીનગર ફોરેન્સિક વિભાગને મોકલવામાં આવી હતી.

ઉપરોક્ત આરોપીઓની પુછપરછમાં અન્ય ત્રણ શખ્સોના નામો ખુલતાં તેઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા અને જેલમાં ગયેલા હમીદ પપ્પુ કનાટ અને અરમાન ફઝયુ વારા સેસન્સ અદાલતમાં જામીન અરજી મુકવામાં આવતાં સરકારી વકીલ રાજેશ કે.વશીયરએ અદાલતમાં દલીલ કરી હતી કે, આરોપીઓ ગંભીર ગુનામાં સંડોવાયેલા છે, અને રંગે હાથ ઝડપાયેલા છે. તેઓ પાસેથી એક જ નંબરની એકથી વધારે નોટો પોલીસે કબજે કરી છે. દેશને આર્થિક રીતે બરબાદ કરવાનું પડયંત્ર હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાઈ આવે છે. તેથી આવા આરોપીઓને જામીન ઉપર છોડી શકાય નહીં. અદાલતે બંને પક્ષોની રજૂઆતો સાંભળીને સરકારી વકીલની રજૂઆતો ગ્રાહ્ય રાખીને આરોપીઓની રેગ્યુલર જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે.