Gujarat

ગોરવા હત્યા કેસમાં આરોપી સોહિલ રાણાની જામીન અરજી કોર્ટે ફગાવી

By GS TEAM
6 Apr 20261 min read
ગોરવા હત્યા કેસમાં આરોપી સોહિલ રાણાની જામીન અરજી કોર્ટે ફગાવી

વડોદરા : નજીવી બાબતે પુત્રની નજર સામે જ પિતાની ઘાતકી હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મૂકતા અદાલતેે અરજદારની અરજી નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચીને આ હુમલો કર્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે.

આ કેસની વિગત એવી છે કે, તા.૨૩.ફેબુ્રઆરી૨૦૨૬ના રોજ રાત્રે નૂરાની મસ્જિદ ચાર રસ્તા પાસે પાનનો ગલ્લો ધરાવતા અમીઝ ઉર્ફે અબ્દુલ ઇબ્રાહિમ ઘાંચી સાથે આરોપી સોહિલ અને સંદીપ વાઘેલાએ ઝઘડો કર્યો હતો. સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા આરોપીઓએ પિતા-પુત્ર પર હુમલો કર્યો હતો, જેમાં પુત્ર આરીફ ઉર્ફે અબ્દુલ ઇબ્રાહિમ ઘાંચીએ આ સમગ્ર ઘટના અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ મુજબ, આરોપી સોહિલે પહેલા અમીઝભાઈને માથામાં મુક્કો માર્યો હતો, ત્યારબાદ તેઓ જ્યારે ઘરે જવા નીકળ્યા ત્યારે રસ્તામાં મોટરસાયકલ પર આવેલા બંને આરોપીઓએ તેમને આંતર્યા હતા. સહ-આરોપી સંદીપે લાકડાના ફટકા વડે અમીઝભાઈના માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરૃણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના મૃતકના પુત્રની નજર સામે જ બની હતી.

આ બનાવમાં આરોપી સોહીલ રાણાએ જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, ે ઘટનાના સીસીટીવી ફૂટેજ અને અન્ય પ્રત્યક્ષદર્શી સાક્ષીઓ ઉપલબ્ધ છે, જે આરોપીઓની સંડોવણી સ્પષ્ટ કરે છે.ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદારની અરજી નામંજૂર કરી હતી.