Gujarat

આશિષ જોષી કેસમાં સીસીટીવી ફૂટેજ જાળવવા કોર્ટેનો હુકમ

By GS TEAM
20 May 20261 min read
આશિષ જોષી કેસમાં સીસીટીવી ફૂટેજ જાળવવા કોર્ટેનો હુકમ

કોંગ્રેસના મ્યુનિ.કાઉન્સિલર આશિષ જોષી સાથે સંકળાયેલા પ્રોહિબિશન કેસમાં કોર્ટમાં સંખેડા પોલીસ સ્ટેશનના તા. ૨૩થી ૨૫ અપ્રિલ તથા તા. ૧૩થી ૧૫ મે દરમિયાનના તમામ સીસીટીવી ફૂટેજ સંગ્રહ કરવા અરજી કરાઈ હતી, જેને કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

કોર્ટના આદેશ અનુસાર હવે છોટાઉદેપુર એસપી કચેરીને નિર્દેશ આપવામાં આવ્યો છે કે ઉલ્લેખિત સમયગાળાના તમામ સીસીટીવી ફૂટેજ જાળવી રાખી સંગ્રહ કરવામાં આવે. આ પગલાને કેસની તપાસમાં મહત્ત્વ પૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

આવના૨ દિવસોમાં આ કેસ સાથે જોડાયેલા કેટલાક અગત્યના પુરાવા સામે આવી શકે છે. ખાસ કરીને ખાનગી વાહનમાં દારૂ સંખેડા પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવ્યો હોવાનો તથા ખોટો કેસ ઊભો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ મુદ્દે વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરાઈછે.

કેસને લઈને રાજકીય અને કાનૂની વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. હવે સીસીટીવી ફૂટેજના આધારે તપાસમાં શું ખુલાસા થાય છે તેના પર સૌની નજર મંડાઈ છે.