Get The App

જામનગરમાં ચેક પરત ફરવાના કેસમાં બ્રાસપાર્ટના કારખાનેદારને અદાલત દ્વારા દંડ -સજાનો હુકમ

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં ચેક પરત ફરવાના કેસમાં  બ્રાસપાર્ટના કારખાનેદારને અદાલત દ્વારા દંડ -સજાનો હુકમ 1 - image

જામનગરમાં ચેક પરત ફરવાના કેસમાં એક કારખાનેદારને અદાલતે એક વર્ષની સજા અને ચેકની રકમ મુજબ ના દંડ નો હુકમ કર્યો છે.

જામનગરમાં બ્રાસ પાર્ટ તથા પિત્તળ તથા ભંગારના  વ્યવસાય કરતા આનંદ એક્સ્ટ્રુઝન  નામની ભાગીદારી પેઢી માથી જીઆઈડી સી દરેડમાં  ડુ મેટલ્સના નામ થી ધંધો કરતા  પ્રણવ પંકજભાઈ સાવલિયા દવારા રૂા.9,56,018ની કિંમતના પીતળના ભંગારના માલની ખરીદી કરવામાં આવી હતી તેમાંથી  બે લાખ પ્રણવ સાવલીયા દ્વારા ચૂકવવી આપ્યા હતા. અને બાકી રહેતી રકમ રૂા.7,56,018ની રકમ નો ડુ મેટલ્સના પ્રોપ્રેટર પ્રણવ પંકજભાઈ સાવલીયાએ ચેક આપ્યો હતો. 

જે ચેક અપુરતા નાણાં ભંડોળ ના કારણે  પરત ફર્યો હતો.આથી  આનંદ  એક્સ્ટ્રુઝન સોહીલભાઈ નિતીનકુમાર મોદી દવારા જામનગર ની અદાલત માં  ડુ મેટલ્સ ના પ્રણવભાઈ પંકજભાઇ સાવલીયા સામે  ફરીયાદ નોંધાવી હતી.

એડીશનલ ચીફ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ  મનોજકુમાર .આર. લાલવાણીએ આરોપી સાવલીયા પ્રણવ પંકજભાઈને એક વરસની સાદી કેદ ની સજા અને ચેક મુજબની રકમ રૂા.7,56,218 ત્રણ માસમાં ચૂકવી આપવાનો હુકમ કરેલ છે .

આ કેસ માં ફરીયાદી તરફે  વકિલ એમ એચ ઉન્નડદલ રોકાયા હતા.