Get The App

પ્રોહીબિશનના આરોપીના બીજી વખત આગોતરા જામીન અદાલતે ના મંજુર કર્યા

અગાઉની જામીન અરજી રદ થયા બાદ હાલની જામીન અરજી માટે કોઈ નવા કારણો નથી

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
પ્રોહીબિશનના આરોપીના બીજી વખત આગોતરા જામીન અદાલતે ના મંજુર કર્યા 1 - image



એલસીબી ઝોન 3ની ટીમે કપૂરાઈ રેલ્વે બ્રિજ પાસેથી દારૂનો જથ્થો ભરેલ લક્ઝરીય કાર સાથે એકને ઝડપી પાડી કારમાંથી રૂ. 2.74 લાખ ઉપરાંતના દારૂ-બિયરના જથ્થા સાથે કુલ રૂ. 8.79 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય 6 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ ગુનામાં સંડોવાયેલ આરોપી પ્રકાશ રમણભાઈ પરમાર (રહે- વડસર ગામ)ની બીજી વખતની આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી.

છઠ્ઠા એડિશનલ સેશન્સ  જજ પ્રશાંત નરેન્દ્રકુમાર રાવલની કોર્ટમાં સુનાવણી હાથ ધરાવતા એપીપી જે.એમ.કંસારાની દલીલો થઈ હતી કે,  હાલના અરજદાર આરોપીની અગાઉની આગોતરા જામીન અરજી ના મંજૂર થઈ છે, અરજદારે ઓનલાઇન ટ્રાન્જેક્શન કર્યા હોવાનો પુરાવો છે, અરજદાર સામે ચાર્જશીટ પણ બાકી છે, એક વખત જામીન અરજી નામંજૂર થાય તો ફરીથી આગોતરા જામીન ન મળે, કોર્ટે નોંધ્યું હતું કે, પ્રથમથી જ હાલના અરજદારનું નામ એફઆઇઆરમાં છે, તપાસમાં પણ સહકાર આપતા નથી, અને આગોતરા જામીન કરવા માટે નવા કારણો પણ ઊભા થયા નથી.