Gujarat

સાળંગપુર રોડ પર મોટરસાયકલ સ્લીપ થઈ જતા દંપતિ ખંડિત, પત્નીનું મોત

By GS TEAM
21 Sep 20251 min read
સાળંગપુર રોડ પર મોટરસાયકલ સ્લીપ થઈ જતા દંપતિ ખંડિત, પત્નીનું મોત

- પિતા - પુત્રને ઇજા થતા હોસ્પિટલે ખસેડાયા

- પતિ-પત્ની અને પુત્ર બાઈક લઈને સાળંગપુર દર્શન કરવા માટે જતા હતા ત્યારે બનાવ બન્યો

ભાવનગર : બુધેલ ગામે રહેતો પરિવારના પોતાનું મોટરસાયકલ લઈને સાળંગપુર દર્શન કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન સાળંગપુર રોડ પર અચાનક મોટરસાયકલ સ્લીપ થઈ જતા પતિ પત્ની સહિત પુત્રને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં મહિલા નું મોત નિપજ્યું હતું.

બુધેલ ગામે રહેતા ચેતનભાઇ ધનજીભાઈ મકવાણા અને તેના પત્ની ભાવિકાબેન અને પુત્ર  રુદ્ર પોતાનું મોટરસાયકલ નંબર જીજે ૨૩ ડીક્યૂ ૩૦૪૪ લઈને સાળંગપુર દર્શન કરવા માટે જતા હતા.તે દરમિયાન સાળંગપુર રોડ પર અચાનક મોટરસાયકલ સ્લીપ થઈ જતા બાઇક પર જઇ રહેલ પતિ પત્ની અને પુત્રને ઇજા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ભાવિકાબેનનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના સાસરા ધનજીભાઈએ બરવાળા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.