Gujarat

બસે પાછળથી ટલ્લો મારતાં બાઈક સવાર દંપતિ ખંડીત, પતિનું મોત

By GS TEAM
29 Jun 20251 min read
બસે પાછળથી ટલ્લો મારતાં બાઈક સવાર દંપતિ ખંડીત, પતિનું મોત

- બોટાદના સમઢિયાળા-1 નજીક બન્યો બનાવ  

- દંપતિ પુત્રીને લઈ બોટાદ જતા હતા, પત્ની અને પુત્રીને ઈજા, બન્નેની સ્થિતિ સ્થિર 

ભાવનગર : બોટાદના લાખીયાણી ગામના પુત્રી સાથે બાઈક પર બોટાદ જઈ રહેલાં દંપતિની બાઈકને સમઢિયાળા નજીક બસે પાછળથી બાઈકને ટલ્લો મારતા બાઈકસવાર દંપતિ  ખંડીત થયું હતું. અને પત્નીની અને પુત્રીની નજર સામે જ પતિનું મોત નિપજ્યું હતું. જયારે અન્ય બેની સ્થિતિ સ્થિર મનાય રહી છે. 

મુળ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના નામડિયાના વતની અને હાલ બોટાદના લાખીયાણી ગામે રહેતા સતિષભાઈ કનુભાઈ ભીલ તેમનાચ્ત્ની વર્ષાબેન તથા પુત્રી  શિવાની સાથે પોતાના બાઈક પર ખરીદી અર્થે બોટાદ જતા હતા, બાઈકસવાર પરિવાર  સમઢીયાળા-૧ ગામના ટી-પોઈન્ટ ખાતે પહોંચતા ગામ તરફથી બસ નંબર જીજ.૩૩.ટી.૪૪૩૦ના ચાલકે પોતાની બસ સતિષભાઈની બાઇક સાથે પાછળથી અથડાવી હતી જેના કારણે બાઈકસવાર દંપતિ અને તેની પુત્રીને ઈજા થતાં ત્રણેયને સારવારાર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા,જ્યાં સારવાર દરમિયાન બાઈકચાલક સતીષભાઈનું મોત નિપજ્યું હતું.જયારે, માતા-પુત્રીની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગે મૃતકના ભાઈ શૈલેષભાઈએ બસ ચાલક વિરૂદ્ધ બોટાદ રૂરલ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.