Gujarat

વડોદરાના વાઘોડિયા બ્રિજ ઉપર મોટો અકસ્માત: એક્ટિવા સવાર દંપતિને આઈસર ટેમ્પોએ અડફેટે લેતા બંનેનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું

By GS TEAM
22 Jun 20251 min read
TukuTouch Logo
વડોદરા શહેરના વાઘોડિયા બ્રિજ ઉપર એક્ટિવા સવાર દંપતિને પૂરપાટ ઝડપે દોડી રહેલ આઇસર ટેમ્પોના ચાલકે અડફેટે લેતા દંપતિનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ભાઈ ભાભીનું મોત નિપજાવનાર ટ્રકચાલક વિરુદ્ધ બહેનની ફરિયાદના આધારે કપૂરાઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના વાઘોડિયા બ્રિજ ઉપર મોટો અકસ્માત: એક્ટિવા સવાર દંપતિને આઈસર ટેમ્પોએ અડફેટે લેતા બંનેનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું

વડોદરા શહેરના વાઘોડિયા બ્રિજ ઉપર એક્ટિવા સવાર દંપતિને પૂરપાટ ઝડપે દોડી રહેલ આઇસર ટેમ્પોના ચાલકે અડફેટે લેતા દંપતિનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ભાઈ ભાભીનું મોત નિપજાવનાર ટ્રકચાલક વિરુદ્ધ બહેનની ફરિયાદના આધારે કપૂરાઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના વાઘોડિયા ડભોઇ રીંગ રોડ ઉપર આવેલ નારાયણ સ્કૂલ નજીક આદિત્ય ઓર્બીટમાં રહેતા અને એલ એન્ડ ટી કંપનીમાં નોકરી કરતા લલીતભાઈ મુરલીધર ભંગાલે વહેલી સવારે બાપોદ ખાતેની એસએસવી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતી કરતી પત્ની રૂજુદાને બાપોદ ખાતે શાળામાં નોકરી પર મૂકવા જવા માટે એકટીવા લઈ નીકળ્યા હતા. તે સમયે વાઘોડિયા બ્રિજ ઉપર પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલ એક આયશર ટ્રકના ચાલકે દંપતીને અડફેટ લેતા બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ બંનેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. દંપતીને સંતાનમાં બે પુત્ર છે. જેમાં એક પુત્ર 7 વર્ષનો તથા બીજો પુત્ર 6 મહિનાનો છે.  મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ મધ્યપ્રદેશ રહેતા મૃતક લલીતભાઈની બહેન પલ્લવી નારખેડેએ ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આઇસર ટ્રકના નંબરના આધારે પોલીસે ટ્રક ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.