Get The App

ઉધના બ્રિજ ઉપર કુતરૃ આડે આવતા બાઈક સવાર દંપતી નીચે પટકાયું

Updated: Jan 8th, 2024

GS TEAM


Google News
Google News
ઉધના બ્રિજ ઉપર કુતરૃ આડે આવતા બાઈક સવાર દંપતી નીચે પટકાયું 1 - image


- રખડતા કુતરા બ્રિજ પર પણ ફરતા થઇ ગયા

- પતિને વધુ ઇજા થતા સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો : રવિવારે રાતે જમવા નીકળ્યા ત્યારે ઘટના બની

     સુરત :

સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત રહેવા પામ્યો છે. તેવા સમયે ઉધના બ્રિજ પરથી રવિવાર રાત્રે બાઈક આગળ અચાનક એક કુતરૃ આવી જવાથી દંપતિ રોડ ઉપર પટકાતા પતિને હોસ્પિટલ દાખલ કરવો પડયો છે.

સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ લીંબાયતના નીલગીરી સર્કલ પાસે રહેતો ૩૦ વર્ષીય યોગેશભાઈ પવાર  રવિવારે રાત્રે તેઓ પત્ની પ્રિયંકા સાથે બાઈક ઉપર બહાર જમવા માટે જવા નીકળ્યા હતા. ત્યારે ઉધના ખાતે  ફ્લાઈ ઓવર બ્રિજ ઉતરતા અચાનક  બાઈક આગળ એક કુતરૃં આવી ગયુ હતુ. જેથી બાઇક ઉપર દંપતિ નીચે પટકાયા હતા. જેમાં યોગેશભાઇને વધુ ઇજા થતા સારવાર માટે આજે સવારેેે સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા હતા. ત્યાં તેમના પરિચિત વ્યકિતએ જણાવ્યું હતું.

Tags :