વડોદરા પાસે ગોલ્ડન ચોકડી-દેણા વચ્ચે ટ્રાફિકજામ, ટ્રક અને ટેમ્પો વચ્ચે કાર ભીંસાતા દંપતિનો બચાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Traffic Jam : વડોદરા પાસેના હાઇવે ઉપર ગઈકાલે સાંજે ફરી એક વાર ટ્રાફિક જામ થયો હતો. જે દરમિયાન અકસ્માત થતાં કારમાં બેઠેલા પતિ પત્નીનો બચાવ થયો હતો.
ગાંધીનગરના સેક્ટર 3 માં રહેતા સિનિયર સિટીઝન ભરતભાઈ ગાંધર્વએ પોલીસને કહ્યું હતું કે, ગઈકાલે સાંજે હું અને મારા પત્ની કારમાં નવસારીથી ગાંધીનગર જઈ રહ્યા હતા ત્યારે વડોદરા પાસે ગોલ્ડન ચોકડીથી દેણા વચ્ચે ટ્રાફિક જામ હોવાથી હું ધીરે ધીરે કાર હંકારી રહ્યો હતો.
આ દરમિયાન એક ટ્રેલરએ મારી કારને દબાવી દેતા બાજુમાં આવેલા ટેમ્પા સાથે મારી કાર દબાઈ ગઈ હતી અને ડીકી તેમજ દરવાજાઓને નુકસાન થયું હતું. પરંતુ અમે બચી ગયા હતા. જેથી પોલીસે ટ્રેલરના ચાલક સ્વરૂપ સિંગ રાજુ સિંગ (સિંધુકા ગામ, બિકાનેર,રાજસ્થાન) સામે ગુનો નોધ્યો છે.








