મહુવા રાજુલા નેશનલ હાઇવે પર કાર અને બાઈક અથડાતા દંપતી ખંડિત,પતિનું મોત

- મૃતકના પત્નીએ કારચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
- પતિ પત્ની બાઈક પર વાંગર ગામે સગાઈ પ્રસંગે જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
મહુવા ખાતે રહેતા ભાવનાબેન ધીરુભાઈ સાંખટ અને તેમના પતિ ધીરુભાઈ સોમાભાઈ સાંખટ પોતાની મોટરસાયકલ નંબર જીજે ૦૪ ૧૧૯૨ લઈને વાંગર ગામે સગાઈ પ્રસંગે જ્યાં હતા.તે દરમિયાન મહુવા રાજુલા નેશનલ હાઇવે રોડ ઉપર વાંગર ગામના પુલ આગળ આવતા નેશનલ હાઈવે રોડ ઉપર પહોંચતા સામેથી કાર નંબર જીજે ૨૭ બીએસ ૪૨૨૨ ના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે બેફેકરાઈથી માણસની જિંદગી જોખમાય તે રીતે ચલાવી ધીરુભાઈની બાઈક સાથે અથડાવી દીધું હતુ.અકસ્માત સર્જાતા દંપતીને ફંગોળી દીધા હતા.બન્ને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ધીરુભાઈનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના પત્ની ભાવનાબેનએ કાર ચાલક વિરૂધ્ધ મહુવા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









