Gujarat

બોટાદ સાળંગપુર રોડ પર બાઇક અને કાર અથડાતા દંપતી ખંડિત, પત્નીનું મોત

By GS TEAM
22 Nov 20251 min read
બોટાદ સાળંગપુર રોડ પર બાઇક અને કાર અથડાતા દંપતી ખંડિત, પત્નીનું મોત

મૃતકના પતિએ કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી

દંપતી અને પૌત્ર બાઇક લઈને સાળંગપુરથી પરત આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર: બોટાદ ખાતે રહેતા દંપતી પૌત્રને સાથે લઈ સાળંગપુરથી બોટાદ પરત આવતા હતા ત્યારે બોટાદ સાળંગપુ રોડ પર બાઇક અને કાર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં દંપતિ ખંડિત થયું છે.

બોટાદના ખસ રોડ શંકરપરા ખાતે રહેતા રમેશભાઈ ખીમજીભાઈ ચાવડા અને તેના પત્ની રેખાબેન અને પૌત્ર ધ્યેય પોતાનું મોટરસાયકલ નંબર જીજે-૦૪-બીએફ-૬૯૧૯ લઈને સાળંગપુરથી પરત આવી રહ્યા હતા. તે દરમિયાન બોટાદ સાળંગપુર રોડ પર આવેલા ૧૦ નંબરના ખૂંટા પાસે સામેથી આવી રહેલ કાર નંબર જીજે-૦૬-પીબી-૮૨૨૯ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી બાઈક સાથે અથડાવી દેતા બાઈક પર જઈ રહેલા પતિ પત્ની અને પૌત્રને ઇજા થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રેખાબેનનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે રમેશભાઈએ કાર ચાલક વિરૂધ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.