Gujarat

2 બાઈક અથડતા દંપતી ખંડિત, પતીનું મોત

By GS TEAM
5 Dec 20251 min read
2 બાઈક અથડતા દંપતી ખંડિત, પતીનું મોત

ધ્રાંગધ્રાના નરાળી ગામ પાસે

નરાળી ગામના દંપતીના બાઇક સાથે અન્ય બાઇકના ચાલકે પાછળથી ટક્કર મારી હતી

ધ્રાંગધ્રાધ્રાંગધ્રાના નરાળી ગામ પાસે બે બાઈક વચ્ચે અથડાતા નરાળી ગામના વ્યક્તિનું મોત નીપજ્યું છે. બનાવ અંગે પોલીસે અકસ્માત સર્જનાર બાઇક ચાલક સામે તપાસ હાથ ધરી છે.

ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામે રહેતા રાજુભાઈ લાઘાભાઈ રાણેવાડીયા પત્ની ભારતીબેન સાથે નરાળી ગામથી ધ્રાંગધ્રા બાઈક પર કામ અર્થે ગયા હતા અને સાંજના સમયે પોતાના ઘરે પરત જઈ રહયા હતા. દરમિયાન નરાળી ગામ પાસે અન્ય બાઇક ચાલકે દંપતીના બાઈકને પાછળથી ટક્કર મારતા પતિ-પત્ની બાઈક પરથી ફંગોળાઈ રોડ પર પડયા હતા. જેમાં બાઇક ચાલક રાજુભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ભારતીબેને અકસ્માત સર્જનાર બાઈક ચાલક વિરૃદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.