Gujarat

ફેદરા ગામ નજીક બે બાઇક અથડાતા દંપતી ખંડિત, પત્નીનું મોત

By GS TEAM
26 Oct 20251 min read
ફેદરા ગામ નજીક બે બાઇક અથડાતા દંપતી ખંડિત, પત્નીનું મોત

- મૃતકના પતિએ અજાણ્યા બાઈક ચક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

- દંપતી અને પુત્ર બાઈક લઈને ધંધુકા તરફ આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : ફેદરા ગામ નજીક બે બાઇક અથડાતા દંપતી ખંડિત થયું હતું. પતિ-પત્ની અને પુત્ર બાઈક લઈને ધંધુકા તરફ આવતા હતા ત્યારે અકસ્માત સર્જાતા પત્નીનું મોત નિપજ્યું હતું.

મૂળ બરવાળા તાલુકાના રેફડા ગામના વતની અને હાલ બાવળા ખાતે રહેતા બકુલભાઈ ગોરધનભાઈ મકવાણા અને તેમના પત્ની કિંજલબેન અને પુત્ર ભવ્ય પોતાનું મોટરસાયકલ નંબર જીજે-૦૧-ડીએફ-૪૯૪૩૦નું લઈને ધંધુકા તરફ આવતા હતા તે દરમિયાન ફેદરા ગામ નજીક અજાણ્યા બાઈક સવારે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી બકુલભાઈ મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. બાઈક પર જઈ રહેલા દંપતી સહિત ત્રણેયને ગંભીર ઈજાથી હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કિંજલબેનનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના પતિએ ધંધુકા પોલીસ મથકમાં અજાણ્યા બાઈક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.