Gujarat

દડવા ચોકડી પાસે બાઈક પાછળ બાઇક અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત

By GS TEAM
20 Oct 20251 min read
દડવા ચોકડી પાસે બાઈક પાછળ બાઇક અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત

- બાઈક ચાલક વિરૂધ્ધ ઉમરાળા પોલીસમાં ફરિયાદ નોંધાઈ 

- દંપતી બાઈક લઈને દડવાથી ધોળા તરફ જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : આધેડ દંપતી બાઈક લઈને દડવાથી ધોળા તરફ જતા હતા ત્યારે દડવા ચોકડી નજીક આધેડની બાઇક પાછળ મોટરસાઇક ઘૂસી જતા દંપતી ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલે ખસેડાયા હતા .જ્યાં આધેડનું મોત થયું હતું.

ઉમરાળાના દડવા ગામે રહેતા કાનાભાઈ વિહાભાઇ ખટાણાના કુટુંબી કાકા વાઘજીભાઈ દેવશીભાઈ ખટાણા અને કાકી દેવુબેન પોતાનું મોટરસાયકલ નંબર જીજે ૦૪ એજે ૧૫૩૯ લઈને દડવાથી ધોળા તરફ જતા હતા.તે દરમિયાન ધોળા દડવા હાઈવે રોડ પર પાછળથી મોટરસાયકલ ચાલક સંજય મનુભાઈ  મનુભાઈ વાઘેલા એ પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી વાઘજીભાઈના બાઈક સાથે અથડાવી દેતા દંપતીને ઇજા થઈ હતી .દંપતીને ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં વાઘજીભાઈનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે ભત્રીજા કાનાભાઈએ બાઇક ચાલક વિરૂધ્ધ ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.