બનાસકાંઠાના દાંતીવાડા ડેમ નજીક પ્રેમી-પંખીડાનો આપઘાત, ઝાડ પર લટકતી લાશ મળી
Banaskantha News: બનાસકાઠાની સરહદે આવેલા માઉન્ટ આબુમાં ગુજરાતી પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો હતો. હજુ આ ઘટનાને 24 કલાક પણ પુરા થયા નથી ત્યાં તો બનાસકાંઠાના દાંતીવાડા ડેમ પાસે એક યુવક-યુવતીની લાશ મળી આવી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે હોડી આવ્યો હતો. પોલીસે બંનેના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાંતીવાડા ડેમ પાસે રામનગર-રણાવાસ નેળિયા માર્ગ પર એક યુવક-યુવતીની લાશ મળી આવી છે. સ્થાનિકો લોકોએ ઝાડ પર લટકતી લાશ જોતાં પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવ્યું છે કે આ પ્રેમી-પંખીડા હોઇ શકે છે અને આપઘાત કર્યો છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહોને ઝાડ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પોલીસે યુવક-યુવતીની ઓળખ માટે તપાસ ધમધમાટ શરૂ કર્યો છે. આપઘાત છે કે હત્યા તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.