Get The App

ઉમરગામના ગાંધીવાડીમાં ગેસ સિલિન્ડર લીકેજ થતા પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ, દંપતી દાઝી ગયું

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
ઉમરગામના ગાંધીવાડીમાં ગેસ સિલિન્ડર લીકેજ થતા પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ, દંપતી દાઝી ગયું 1 - image

Vapi Gas Cylinder Blast : વાપીમાં ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં આજે ગુરૂવારે નવા વર્ષના પ્રથમ દિવસે જ એક મકાનમાં ગેસ સિલિન્ડરમાંથી લીકેજ થયા બાદ પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ થયા બાદ આગ સળગી ઉઠી હતી. આ ઘટનામાં દંપતિ દાઝી જતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. લાશ્કરોએ આગને કાબુમાં લીધી હતી.

 પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં આવેલી ગોકુલધામમાં એક પરિવાર રહે છે. આજે ગુરૂવારે વહેલી સવારે પરિવારની મહિલા ગેસ ચૂલા પર કામ કરવા જતાં જ અચાનક પ્રચંડ ધડાકા સાથે આગ સળગી ઉઠી હતી. આ ઘટનામાં પરિવારના દંપતિ શરીરે દાઝી ગયા હતા. ઘટનાને પગલે આસપાસમાં રહેતા લોકો દોડી ગયા હતા. દાઝી ગયેલા બંને દંપતિને તુરંત જ સારવાર માટે લઈ જવાયા હતા. જો કે દંપતિ પૈકી પત્ની વધુ દાઝી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરના બંબા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લાશ્કરોએ ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવ્યો હતો. બ્લાસ્ટની ઘટનાને પગલે આસપાસમાં રહેતા લોકો નિંદ્રામાંથી જાગી બહાર દોડી આવ્યા હતા. એટલું જ નહીં પણ લોકોના જીવ ટાળવે ટોંચી ગયા હતા. ઘડાકાને પગલે આસપાસના મકાનોની બહાર લગાવેલી ટાઈલ્સ તથા લાઈટો પણ તૂટી ગઈ હતી. સાથે દંપતિના મકાનમાં પણ વિસ્ફોટને કારણે ભારે નુકશાન થયું છે. મકાનમાં રહેલા ગેસ સિલિન્ડરમાંથી ગેસ લિકેજ થયા બાદ ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે. નજીકમાં લગાવેલા સીસીટીવી કેર્મેરામાં ઘટના કેદ થયા બાદ વિડિયો વાયરલ થયો હતો.