Gujarat

દયાળ ગામે યુવાનના હત્યામાં દંપતી અને પુત્રને આજીવન કેદ

By GS TEAM
26 Aug 20251 min read
દયાળ ગામે યુવાનના હત્યામાં દંપતી અને પુત્રને આજીવન કેદ

- સાડા ચાર વર્ષ પૂર્વે અદાવતની દાઝ રાખી ખૂન કરી નાંખ્યું હતું

- દરેક આરોપીને રોકડ રકમ ભરવા મહુવા કોર્ટનો હુકમ

ભાવનગર : મહુવા તાલુકાના દયાળ ગામે સાડા ચાર વર્ષ પૂર્વે એક યુવાનની હત્યા કરનાર માતા-પિતા અને પુત્રને આજીવન કેદની સજા અને રોકડ રકમ ભરવાનો કોર્ટે હુકમ કર્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર મહુવાના દયાળ ગામે ગત તા.૨૮-૩-૨૦૨૧ના રોજ સાંજન ાસમયે પ્રતાપભાઈ ધનાભાઈ શિયાળ અને અજયભાઈ કાનાભાઈ શિયાળ નામના યુવાનો શાકમાર્કેટમાં પ્રવીણભાઈ ખસિયાની દુકાન પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે છેલ્લા છ માસથી ચાલી રહેલા ઝઘડાની દાઝ રાખી વિક્રમ ઉર્ફે મેકડોલ ધીરૂભાઈ ચૌહાણ, ધીરૂ કલાભાઈ ચૌહાણ અને પૂનીબેન ધીરૂભાઈ ચૌહાણે આવી બોલાચાલી કરી છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. જે બનાવ અંગે પોલીસે આઈપીસી ૩૦૨, ૧૧૪ અને જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ મહુવાના બીજા એડીશનલ સેશન્જ જજ અતુલકુમાર પાટીલની અદાલતમાં ચાલી જતાં સરકારી વકીલ કમલેશભાઈ કેસરીની અસરકારક દલીલો, આધાર-પુરાવા, સાક્ષીઓ વગેરેને ધ્યાને રાખી કોર્ટે હત્યારા દંપતી અને તેના પુત્રને આજીવન કેદની સજા તેમજ રોકડ રકમનો દંડ ફટકાર્યો હતો.