Gujarat

ધ્રાંગધ્રાના સત્તાપર ગામમાંથી દેશી દારૃની ભઠ્ઠી ઝડપાઇ

By GS TEAM
15 Oct 20251 min read
ધ્રાંગધ્રાના સત્તાપર ગામમાંથી દેશી દારૃની ભઠ્ઠી ઝડપાઇ

રાડપર ગામના શખ્સ સામે ગુનો

દેશી દારૃનો આથો સહિત રૃ.૫૧ હજારનો મુદામાલ કબજે કરાયો

ધ્રાંગધ્રાધ્રાંગધ્રાના સત્તાપર ગામમાંથી દેશી દારૃની ભઠ્ઠી ઝડપાઇ છે. પોલીસે દેશી દારૃનો આથો સહિત રૃ.૫૧ હજારનો મુદામાલ કબજે કરી રાજપર ગામના શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

ધ્રાંગધ્રા તાલુકાના સતાપર ગામે ડેમ વિસ્તારમાં દેશી દારૃની ભઠ્ઠી ચાલી રહી હોવાની બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે દરોડો પાડયો હતો. જેમાં સ્થળ પરથી ૨૦૦૦ લિટર દેશી દારૃનો આથો (કિં.રૃ. ૫૦,૦૦૦), ગેસ સિલિન્ડર (કિં.રૃ.૧૦૦૦) તથા એક ગેસનો ચૂલો (કિં.રૃ. ૫૦૦) મળી કુલ રૃ.૫૧,૫૦૦નો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે દરોડા દરમિયાન હાજર મળી નહીં આવેલા શખ્સ અલ્પેશભાઈ દિલીપભાઈ ઠાકોર (રહે. રાજપર ગામ) વિરુધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.