ધ્રાંગધ્રાના રાજપર ગામમાંથી ફરી દેશી દારૃની ભઠ્ઠી ઝડપાઇ

૮૦૦
લિટર દેશી દારૃનો આથો જપ્ત
ભઠ્ઠી
ચલાવનાર આરોપી નહીં ઝડપાતા તાલુકા પોલીસને મુદ્દામાલથી સંતોષ માનવો પડયો
ધ્રાંગધ્રા -
ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામે દેશી દારૃની ભઠ્ઠી પર
સ્થાનિક પોલિસે રેઈડ કરી ૮૦૦ લિટર દેશી દારૃનો આથો જપ્ત કર્યોે હતો. જોકે, દારૃની ભઠ્ઠી ચલાવનાર શખ્સ હાજર નહીં મળી આવતા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી
ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ધ્રાંગધ્રા
તાલુકાનું રાજપર ગામ દેશી દારૃનું પીઠું ગણવામાં આવે છે. અહીં એક, બે નહીં પણ આઠથી દસ
જેટલી દેશી દારૃ બનાવવાની મીની ફેક્ટરી ચાલતી હોવાથી વારંવાર સ્થાનિક પોલીસ અને
એલસીબી ટીમ દ્વારા રેઇડ કરી કાર્યવાહી કરી હોવા છતાં પણ દેશી દારૃની ભઠ્ઠી બંધ થતી
નથી. ત્યારે ફરી એક ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના સ્ટાફને રાજપર ગામના સીમ
વિસ્તારમાં દેશી દારૃની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીના આધારે પીએસઆઈ સહિતના સ્ટાફે
રેઇડ કરી હતી. જેમાં ૮૦૦ લીટર દેશી દારૃ બનાવવાનો આથો (કિં.રૃ.૨૦,૦૦૦) સહિતનો મુદામાલ કબજે કર્યોે હતો. રેઇડ દરમિયાન દેશી દારૃની ભઠ્ઠી
ચલાવનાર શખ્સ ધનજીભાઈ ગોરધનભાઈ ઠાકોર (રહે. રાજપર) હાજર નહીં મળી આવતા તાલુકા
પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

