Get The App

સાયલાના નાના હરણીયમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

Updated: Nov 11th, 2025

GS TEAM

Google News
Google News
સાયલાના નાના હરણીયમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ 1 - image

- 3 શખ્શ ઝડપાયા, 3 ફરાર

- 6200 લીટર આથો, 910 લીટર દેશી દારૂ સહિત રૂ. 5.42 લાખનો મુદ્દામાલ જપ્ત

સાયલા : ધજાળા પોલીસે સાયલા તાલુકાના નાના હરણીયા ગામે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી ત્રણ બુટલેગરને ઝડપી પાડયા હતા. પોલીસે સ્થળ પરથી ૫.૨૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરોડા દરમિયાન અન્ય ત્રણ શખ્સ સ્થળ પર હાજર નહીં મળતા પોલીસે ફરાર જાહેર કરી છ શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

નાના હરણીયા ગામે આવેલા ઝાપડિયા પરાની પાછળ વોકળાના કાંઠે ખરાબામાં કેટલાક શખ્સો દેશી દારૂ બનાવવાનો આથો રાખી દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે તેવી બાતમીના આધારે ધજાળા પોલીસે દરોડો પાડી ૬૨૦૦ લીટર આથો (કિં.રૂ.૧,૫૫,૦૦૦), ૯૧૦ લીટર દેશી દારૂ(કિં.રૂ.૧,૮૨,૦૦૦) એક ઈકો ગાડી (કિં.રૂ. બે લાખ), એક બાઇક (કિં.રૂ.૨૦ હજાર), સબમર્સીબલ પંપ (કિં.રૂ.૩,૦૦૦) મળી કુલ રૂ.૫,૪૨,૦૦૦ સાથે (૧) અમરભાઈ બાબુભાઈ તડવી, (૨) કમલેશ ભરતભાઈ ભીલ, (૩) અજયભાઈ ભરતભાઈ સોલંકી (ત્રણેય રહે. નાના હરણીયા) ઝડપાઇ ગયા હતા.  જ્યારે (૪) જય રાજભાઈ ભુપતભાઈ ખાચર,(૫) સંજયભાઈ ઝાપડિયા (બંને રહે.નાના હરણીયા), (૬) વિજયભાઈ ઉર્ફે પીન્ટુભાઇ રાજપરા (રહે. વિંછીયા) સ્થળ પર હાજર નહીં મળી આવતા પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.