સભામાં કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો હોવાના કાઉન્સિલરના આક્ષેપ
5 હજાર કરોડથી વધુની જમીન ટીપી કપાત વિના છોડી દઈ ભ્રષ્ટાચાર આચર્યો
કોર્પોરેશનની સભામાં કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો હોવાના આક્ષેપ સાથે કાઉન્સિલરે મ્યુ. કમિશનરનું ધ્યાન દોરી બેદરકારી દાખવનાર જવાબદાર સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
કોર્પોરેશનની સભામાં ભાજપના સસ્પેન્ડેડ કાઉન્સિલરે મ્યુ. કમિશનરના ધ્યાને લાવ્યું હતું કે, ભ્રષ્ટાચારી ત્રણ અધિકારીને સસ્પેન્ડની કામગીરી પ્રશંસાપાત્ર છે. પરંતુ, હજુ પણ કોર્પોરેશનના મોટાભાગના વિભાગોમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે. અતાપી ખાતે પાણીની લાઈન અંગેનું વેલજી સોરઠીયા અંગેનું કામ વર્ષો વિતવા છતાં પૂર્ણ થઈ રહ્યું નથી. જેના કારણે પૂર્વ વિસ્તારમાં પાણીની જટિલ સમસ્યા છે. 50 નોટિસ બાદ પણ કામગીરી પૂર્ણ ન કરનાર કોન્ટ્રાક્ટરને એક્સટેન્શનની વાત કરવામાં આવે તો મોટા ગજાનાં નેતાનો તેની ઉપર હાથ છે તેવું કહી શકાય. મહત્વનું છે કે, પાંચ હજાર કરોડથી વધુની કિંમતની જમીન ટીપી કપાત વિના છોડી દઈ ભ્રષ્ટાચાર આચર્યો છે. શહેરી ગૃહ વિભાગ તરફથી મ્યુ. કમિશનરને એસીબીને રિપોર્ટ સબમિટ કરવાનો છે. પુરાવા સાથે ભ્રષ્ટાચારની બાબત કમિશનર સમક્ષ મૂકી છે. અધિકારીઓ કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત ભગત ઉપર રોક લગાવવી જરૂરી છે. નાગરિકોને પ્રાથમિક સુવિધા મુદ્દે ઘણી મુશ્કેલી પડી રહી છે. અતાપી, રાયકા, દોડકા અને વિશ્વામિત્રીની કામગીરીમાં પણ મોટો ભ્રષ્ટાચાર છે. સભામાં નોંધ ન લેવાતા કાઉન્સિલરે એસીબીમાં રજૂઆત કરવાની ફરજ પડી હતી.