જામનગર મહાનગરપાલિકાના કચરાના કામમાં 900 કરોડનો ભ્રષ્ટાચાર : કોંગ્રેસના આક્ષેપ
Jamnagar Congress : જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળવાની હતી, તે પહેલાં જામનગરના વિરોધ પક્ષના કોંગી આગેવાનો, કે જેઓ સ્ટેન્ડિંગ કમિટીની કચેરીના દ્વારે હાથમાં બેનર પોસ્ટર દર્શાવીને ધરણા પર બેસી ગયા હતા, અને કચરાના કામમાં 900 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે, તેઓ આક્ષેપ કરીને આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કચરાના કોન્ટ્રાક્ટ સહિતની આઈટમને રદ કરવાની માંગ કરી હતી.
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજની બેઠક માટેના દર્શાવાયેલા એજન્ડા મુજબ આઈટમ નં 12 ની દરખાસ્ત રદ કરવા અને ભાજપના લાગતા કોન્ટ્રાક્ટરને કમાવી દેવાનું મસમોટું કોભાંડની વિજીલન્સ તપાસ કરવાની માંગ સાથે આજે કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની બહાર હાથમાં બેનર પોસ્ટર દર્શાવીને વિરોધ દર્શાવ્યો હતો, અને ધરણા કરવામાં આવ્યા હતા.
જામનગર મહાનગરપાલિકાના સ્ટે.કમિટીની આજ રોજ તા.01-05-2025 ના મળનારી બેઠકના એજન્ડા આઈટમ નં.12 માં કમિશ્નર ડી.એન.મોદી મારફત શિફ્ટ આધારિત ગાર્બેજ કલેક્શનનું કામ તથા રિફ્યુજ ટ્રાન્સફર સ્ટેશનનું કેપિટલ કોસ્ટ તથા ઓપરેશન અને મેઈન્ટેનન્સનું કામ તથા એમ.આર.એફના માત્ર ઓપરેશનનું કામ (ઝોન-1) (વોર્ડ નં.1 થી 8 ) તથા ઝોન-2 (વોર્ડ-9 થી 16 ) અંગે કમિશ્નરથી રજુ થયેલી દરખાસ્ત નામંજૂર કરવા માંગણી કરી છે.