Get The App

સુરતમાં રોડ બનાવવામાં એટલો ભ્રષ્ટાચાર છે ડામર તો ઠીક સીસી રોડ પણ ટકતા નથી !

Updated: Jul 25th, 2025

GS TEAM

Google News
Google News
સુરતમાં રોડ બનાવવામાં એટલો ભ્રષ્ટાચાર છે ડામર તો ઠીક સીસી રોડ પણ ટકતા નથી ! 1 - image

Surat : સુરત પાલિકાએ ગૌરવપથના સિમેન્ટ કોંક્રિટ રોડ આગળ વધારીને હજીરા-ઈચ્છાપોર સુધી કનેક્ટિવિટી મળી રહે તે માટે કામગીરી શરુ કરી છે. રોયલ ડાઈંગથી પાલ ગૌરવપથને જોડતો સીસી રોડ ખુલ્લો મુકાયોને હજી છ મહિનાનો સમય થયો નથી ત્યાં રોડ પર ભ્રષ્ટાચારની તિરાડ અને ખાડા જોવા મળી રહ્યાં છે. આટલા ટૂંકા ગાળામાં અનેક જગ્યાએ રોડ પર થીંગડા મારી દેવામા આવ્યા છે. હાલ રોડની આ હાલત છે તો ગેરંટી પીરીયડ પુરો થયા પછી રોડ નવેસરથી બનાવવા પડે તો નવાઈ નહીં. કરોડોના ખર્ચે બનેલા રોડની છ મહિનામાં હાલત આવી થતી હોય તો કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. આ ઉપરાંત લોકો એવું પણ કહી રહ્યા છે કે, ભ્રષ્ટાચાર ન થયો હોય તો છ મહિના કરતાં ઓછા સમયમાં રોડ ઉપર ઠેક ઠેકાણે થીંગડા મારવા પડે ?

સુરતને નવી કનેક્ટીવીટી મળે તે માટે કેનાલ રોડ પર આવેલી રોયલ ડાઈંગ થી હજીરા તરફના રોડની કામગીરી 16.27 કરોડના ખર્ચે શેઠ કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવી છે. આ કંપનીએ કામગીરી કરી છે. રોયલ ડાઈંગથી પાલ ગૌરવપથ તરફ 850 મીટરના રોડની કામગીરી પૂરી કરી છે. રોડની કામગીરી પૂરી થઈ છે પરંતુ રોડની બંને તરફ વાઈડીંગ ની કામગીરી હજુ ચાલી રહી છે. છ મહિના પહેલા આ રોડ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. પરંતુ રોડની કામગીરીમાં વેઠ ઉતારી હોવાથી છ મહિના પણ થયાં નથી અને સીસીરોડ પર અનેક જગ્યાએ ખાડા પડ્યા છે તો કેટલીક જગ્યાએ લાંબી તિરાડો પડી છે. 

હજી તો કોન્ટ્રાક્ટરે કામગીરી પૂરી કરી નથી ત્યાં અનેક જગ્યાએ રોડ પર થીંગડા જોવા મળી રહ્યાં છે અને અનેક જગ્યાએ ખાડા અને મોટી તિરાડો યથાવત છે. જે કામગીરી થઈ છે તે પાલિકા તંત્ર કહે છે 850 મીટર રોડની કામગીરી માટે 14.38 કરોડની કામગીરી થઈ ગઈ છે. જોકે, આ કામગીરી થઈ પરંતુ હજુ કામગીરી પૂરી થાય તે પહેલાં જ ખાડા અને તિરાડો પડી હોવાથી કામગીરીની ગુણવત્તા અને મટીરીયલ્સ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. 

સુરતમાં રોડ બનાવવામાં એટલો ભ્રષ્ટાચાર છે ડામર તો ઠીક સીસી રોડ પણ ટકતા નથી ! 2 - image

આ ઉપરાંત આ સીસી રોડની બે પ્લેટ વચ્ચે મોટી ગેપ છે તેથી નાના વ્હીલર વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જી રહી છે. રોડ

નું કામ હજુ પુરું થયું નથી ત્યાં રોડ પર અનેક જગ્યાએ ખાડા અને તિરાડ પડી રહી છે અને તેને રીપેર પણ કરવામાં આવી રહી છે. જેના કારણે રોડની ગુણવત્તા અને ઉપયોગ કરવામાં આવેલા મટીરીયલ્સ ક્વોલિટી સાથે સાથે પાલિકા દ્વારા કરવામાં આવતા સુપરવિઝન સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે કે આ રોડની ગુણવત્તા નબળી છે અને કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે તેથી જ આ તિરાડ અને ખાડા જોવા મળી રહ્યાં છે. રોડની કામગીરી પૂરી થઈ નથી અને ખાડા અને તિરાડ પડી ગઈ છે તેથી કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. 

છ મહિના કરતાં ટૂંકા ગાળામાં સીસી રોડ પર ખાડા અને તિરાડ તો પાલિકાએ સુપરવિઝન શુ કર્યું ?

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં 850 મીટરનો સીસી રોડ 14.38 કરોડના ખર્ચે બન્યો છે અને આ રોડ ખુલ્લો મુકાયોને છ મહિના કરતાં પણ ઓછો સમય થયો છે. હજી તો કામગીરી પુરી પણ થઈ નથી ત્યાં સીસી રોડ પર અનેક જગ્યાએ થીંગડા મારવા પડ્યા છે. આટલું જ નહી પરંતુ અનેક જગ્યાએ રોડ ફાટી ગયો છે અને તિરાડો જોવા મળી રહી છે. કોન્ટ્રાક્ટરો તો કામગીરીમાં વેઠ ઉતારી એટલે આ રોડ પર અનેક જગ્યાએ ગાબડા જોવા મળી રહ્યાં છે પરંતુ પાલિકાએ સુપરવિઝન શું કર્યું તેની સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. તેથી નબળી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટર અને સુપરવિઝનમાં વેઠ ઉતારનારા અધિકારીઓ સામે પગલાં ભરવા માંગણી થઈ રહી છે. 

સુરતમાં રોડ બનાવવામાં એટલો ભ્રષ્ટાચાર છે ડામર તો ઠીક સીસી રોડ પણ ટકતા નથી ! 3 - image

પાલ-પાલનપોર ગૌરવપથના સીસી રોડ પર તો સળિયા બહાર આવી ગયાં

સુરતમાં રસ્તાના કામમાં એટલો મોટો ભ્રષ્ટાચાર ચાલે છે કે ડામર રોડ તો ઠીક પણ સીસી રોડ પર પણ ગાબડા અને તિરાડ જોવા મળી રહી છે. આ ઓછું હોય તેમ પાલ થી ભેસાણ જતા ગૌરવ પથ રોડ પર પર શાકભાજી માર્કેટ ભરાઈ છે તેની આગળ સીસી રોડમાં સળિયા બહાર આવી ગયાં છે. જો સીસી રોડમાં સળિયા દેખાતા હોય તો પછી રોડની ગુણવત્તા સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

ચોમાસામાં રસ્તાના ખાડા ગણતા અધિકારીઓને સીસી રોડના ખાડા-તિરાડ દેખાતી નથી

સુરતમાં વરસાદ દરમિયાન અનેક રોડ તુટી ગયા હતા આ રોડ રિપેર કરવાના બદલે અધિકારીઓ ખાડા ગણતા અને અને સુરત શહેરના રોડ હાઈવે કરતા સારા હોવાની વાત કરતા હતા. સુરતના રોડ હાઈવે કરતા સારા ગણાવતા અધિકારીઓને છ મહિના પહેલા જ બનેલા રોડમાં પડેલી તિરાડ અને ખાડા દેખાતા નથી. 

પાલિકાના કોન્ટ્રાક્ટર રોડ બનાવે છે અને તેના પર પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ નિરીક્ષણ કરે છે જોકે, આ કામગીરી બાદ પણ છ મહિના કરતાં ઓછા ગાળામાં સીસી રોડ પર ખાડા અને તિરાડ પડતી હોય તો અદિકારીઓએ શું નિરીક્ષણમાં વેઠ ઉતારી હતી કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મીલી ભગતમાં આ કૌભાંડ ચાલી રહ્યું છે તેવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

Tags :