For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજકોટ બોર્ડમાં કોર્પોરેટરોએ શોરબકોરમાં પ્રજાનો સમય વેડફયો, અધિકારીઓને જવાબ દેવામાંથી રાહત !

Updated: Nov 18th, 2021

Article Content Image

રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં આજે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો નાટકના દ્રશ્ય ફિક્સ થયા હોય તેમ પ્રશ્નોત્તરીના આરંભે જ અર્થહીન શોરબકોર દેકારો કરી મુકતા પ્રજાના પ્રશ્નો વધુ એકવાર અભેરાઇએ મુકાઈ ગયા હતા અને એક કલાક ની પ્રશ્નોત્તરી દરમિયાન પ્રજાના પ્રશ્નોની કોઈ ફળદાયી ચર્ચા જ કરાઈ નહોતી કે આ પ્રશ્નો પર તે અધિકારીઓને તેમની જવાબદારીનું ભાન કરાવવા માટે પણ કોઈ પ્રયાસ કરાયો નહોતો. વેરા વસૂલાતની નબળી કામગીરી અંગે પ્રશ્નની ચર્ચા શરૂ થાય ત્યારે કોંગ્રેસના વશરામ સાગઠિયા વચ્ચે ઉભા થઇ ચર્ચા કરવા જતા ભાજપના જમીન ઠાકરે ઉગ્રતા પૂર્વક તેમને બેસી જવા અને ન ફાવે તો બોર્ડ છોડી જવા કઈ હોતું અને સાગઠીયા આ બોર્ડ કોઈના બાપ નું નથી તેમ કહેતા બંને વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી અને આ દ્રશ્યો કેમેરામાં ઝડપાઈ ગયા હતા. શબ્દનો અર્થ વગરની વાતો દેખાડો કરીને ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરોએ બોર્ડમાં પુછાયેલા કુલ ૪૦ પ્રશ્નો પૈકી પ્રજાના ભંગાર રસ્તા હાઉસ ટેક્સ સહિત બે-ત્રણ પ્રશ્નોની પણ કોઈ ચર્ચા જ કરી નહોતી. જેના માટે આપ જનરલ બોર્ડ મળે છે અને કોર્પોરેટરોને દર મહિને પ્રજાની તીજોરીમાંથી રૂપિયા 15000 નું વેતન તથા અન્ય લાખો ના લાભો મળે છે તે હેતુ જ ફરી એકવાર માર્યો ગયો હતો.

Gujarat