Get The App

સુરતમાં ખંડણી માગવાના કેસમાં કોર્પોરેટરની ધરપકડ, રાજુ મોરડીયાને AAPએ સસ્પેન્ડ કર્યા

Updated: Mar 22nd, 2025

GS TEAM


Google News
Google News
સુરતમાં ખંડણી માગવાના કેસમાં કોર્પોરેટરની ધરપકડ, રાજુ મોરડીયાને AAPએ સસ્પેન્ડ કર્યા 1 - image


Surat Corporator extortion case : સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી જીતી કોર્પોરેટર બનેલા રાજેશ મોરડીયા વિરૂદ્ધ ગાજ ગરજી છે. રાજેશ મોરડીયા અને પંકજ પટેલ વિરૂદ્ધ સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ખંડણી માંગવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક વ્યક્તિનો પતરાનો ડોમ તોડી પાડવાની ધમકી આપી 1 લાખ રૂપિયા પડાવ્યા હતા, જ્યારે બીજા એક કેસમાં ડામર રોડનું કામ અટકાવી 50 હજાર રૂપિયા પડાવ્યા હતા. આ બંને કેસમાં પોલીસે ખંડણી ઉઘરાવવાનો ગુનો નોંધી ધરપકડ કરીને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના મોટા વરાછા ખાતે ગાર્ડન રેસીડેન્સીમાં રહેતા રોનક પટેલે શુક્રવારે રાજેશ મોરડીયા અને પંકજ  પટેલ વિરૂદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં જણાવ્યું હતું કે વરાછા ભડીયાદરા ફાર્મની પાછળ રોનક પટેલ કામચલાઉ પતરાનો ડોમ બનાવવામાં આવ્યો હતો. ત્યારે રાજેશ મોરડીયા અને પંકજ પટેલ પટેલ તેમની પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે હું કોર્પોરેટર છું. પાલિકાના અધિકારીઓને કહીને તમારું ટેમ્પરરી સ્ટ્રક્ચર તોડાવી નાખીશ, એમ કહીને 7 લાખની માંગણી કરી હતી. પરંતુ રૂપિયા આપવાની ના પાડતાં મારું ગળું દબાવ્યું હતું અને ચપ્પુ કાઢીને ડરાવી-ધમકાવીને 1 લાખ પડાવ્યા હતા. અન્ય એક ઘટનામાં કોર્પોરેટરે ફાર્મ માલિક પાસેથી રોડનું કામ અટકાવી દઈને 50 હજાર પડાવ્યા હતા. 

સુરતમાં ખંડણી માગવાના કેસમાં કોર્પોરેટરની ધરપકડ, રાજુ મોરડીયાને AAPએ સસ્પેન્ડ કર્યા 2 - image

આમ આદમી પાર્ટીએ કર્યા હતા સસ્પેન્ડ

રાજુ મોરડીયા સામે કાર્યવાહી થતાં આમ આદમી પાર્ટી દ્વારા તેમને પક્ષમાંથી 21 એપ્રિલ, 2023 ના રોજ પાર્ટીના દરેક હોદ્દા અને પ્રાથમિક સભ્યપદ પરથી તે સમયે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરેલા હતાં. રાજેશભાઈ મોરડીયા સાથે આમ આદમી પાર્ટીને કોઈ પણ પ્રકારનો સંબંધ નથી તેવું નિવેદન આપવામાં આવ્યું હતું.


Tags :