વડોદરા કોર્પો દ્વારા ચેકિંગ મીઠાઈના ૧૦ નમૂના લીધા
૧૩ સ્થળોએ ચેકિંગ કરાયું ઃ જ્યાં ગંદકી જણાઈ ત્યાં સ્વચ્છતાની નોટિસ
વડોદરા, તા.6 શ્રાવણ અને રક્ષાબંધન પર્વને અનુલક્ષીને વડોદરા કોર્પો.ના ફૂડ સેફટી ઓફિસરોએ ૧૩ સ્થળોએ ચેકિંગ કરીને ૧૦ ખાદ્યપદાર્થોના નમૂના લીધા હતા.
મકરપુરામાં ખેતેશ્વર સ્વીટ એન્ડ ફરસાણમાંથી કેસરી પેંડા અને કલાકંદ બરફીનો નમૂનો લીધો હતો. જીઆઈડીસી મકરપુરામાં ક્રિષ્ણા કાઠિયાવાડીમાં અસ્વચ્છતા જણાતા નોટિસ આપી હતી અને ૫૦૦ ગ્રામ પ્લાસ્ટિકની થેલીઓનો નાશ કર્યો હતો. કારેલીબાગ કલાઉડ સ્ટોરમાં અને હરણી સંકલ્પ કાઠિયાવાડી ઢાબામાં પ્રિ-ઈન્સ્પેક્શન કર્યું હતું. છાણી જકાતનાકામાં મધુર સ્વીટ એન્ડ ફરસાણમાંથી કેસરી પેંડા, કેસરી કતરી, લસણ સેવના નમૂના લીધા હતા. છાણી જકાતનાકામાં કેસર ગૃહ ઉદ્યોગમાં ફોસ્કોરીસ ઈન્સ્પેક્શન કર્યું હતું. વાડી રંગમહાલ વિસ્તારમાં શંકર ભુવન ફરસાણમાં પિસ્તા બરફી, ગુલાબ બરફીનો નમૂનો લીધો હતો. વારસિયામાં ગાયત્રી નમકીન ગૃહ ઉદ્યોગમાં ઈન્સ્પેક્શન કરી સ્વચ્છતા જાળવવા માટે નોટિસ આપી હતી. કમલ સ્વીટ એન્ડ ફરસાણ નમકીનમાંથી કાજુ કતરી વીથ સિલ્વર લીફ, મૈસુરનો નમૂનો લીધો હતો. ખીમીયા ફરસાણમાંથી કેસર બરફીનો નમૂનો તપાસાર્થે લીધો હતો.