Gujarat

અમદાવાદીઓ હવે જાતે જ મિલકતની આકારણી કરી શકશે, AMCએ લોન્ચ કરી નવી સુવિધા

By GS TEAM
25 Jun 20251 min read
TukuTouch Logo
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવી સુવિધા શરૂ કરી છે. શહેરના રહીશો તેમની મિલકતની જાતે આકારણી કરી શકશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર જઈ જરુરી તમામ વિગત અપલોડ કરવાની રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદીઓ હવે જાતે જ મિલકતની આકારણી કરી શકશે, AMCએ લોન્ચ કરી નવી સુવિધા

Ahmedabad Municipal Corporation : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવી સુવિધા શરૂ કરી છે. શહેરના રહીશો તેમની મિલકતની જાતે આકારણી કરી શકશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર જઈ જરુરી તમામ વિગત અપલોડ કરવાની રહેશે.

શહેરના સાત ઝોનમાં દર ચાર વર્ષે આકારણી કરાતી હોય છે. આમ છતાં આ સમય દરમિયાન બનેલા નવા મકાનોની આકારણી કરાતી નહીં હોવાની ફરિયાદ સામે આવતી હોય છે.આ સમસ્યાના નિરાકરણ માટે નવી એપ્લિકેશન કાર્યરત કરાઈ છે.

રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુધ્ધસિંહ ઝાલા અને ડેપ્યુટી ચેરમેન પ્રદીપ દવેએ કહ્યું, નાગરિક દ્વારા અપલોડ કરવામાં આવેલી વિગતના આધારે તેને તેનુ અંદાજિત પ્રોપર્ટી ટેકસનુ બિલ મળી જશે.સાત દિવસની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકસ વિભાગના કર્મચારી જે તે અરજદારના ઘરે જઈ તમામ દસ્તાવેજની ચકાસણી કરશે એ પછી  અરજદારને પાકુ ટેકસ બિલ મળશે.

જે લોકો સત્વરે તેમની મિલકતની આકારણી કરવા માંગતા હોય તેમના માટે આ એપ્લિકેશન મદદરુપ બનશે. નાગરીકે જાતે જ ઓનલાઈન દસ્તાવેજ, મિલકતનો પ્રકાર સહીતની વિગત વેબસાઈટ ઉપર અપલોડ કરશે કે તરત જ એક બિલ જનરેટ થશે. આ માટે જગ્યાનુ નિશ્ચિત માપ,વપરાશનો પ્રકાર જેવી વિગત દર્શાવવી પડશે. સ્થળ તપાસ પછી વપરાશના ક્ષેત્રફળ, ઉપયોગના પ્રકારની વિગત તપાસી અરજદારને પાકુ બિલ અપાશે.