Gujarat

તહેવાર ટાણે કોર્પોરેશન ફુડ વિભાગ જાગ્યુ, અમદાવાદમાં માવા-પનીરનો ૭૨૪ કિલો જથ્થો સીઝ કરાયો

By GS TEAM
1 Oct 20251 min read
તહેવાર ટાણે કોર્પોરેશન ફુડ વિભાગ જાગ્યુ, અમદાવાદમાં માવા-પનીરનો ૭૨૪ કિલો જથ્થો સીઝ કરાયો

  અમદાવાદ,મંગળવાર,30 સપ્ટેમબર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ ફુડ વિભાગ તહેવાર ટાણે જાગ્યુ છે.શહેરના કાલુપુર અને વેજલપુર વિસ્તારના માવો અને પનીર વેચતા આઠ વેપારીઓને ત્યાં કાર્યવાહી કરી શંકાસ્પદ લાગતા ૭૨૪ કિલોગ્રામ જથ્થો વેચાણ માટે ફુડ વિભાગે  સ્થગિત કર્યો છે.આ જથ્થાની કિંમત રુપિયા બે લાખથી વધુ હોવાનુ સત્તાવારસૂત્રમાંથી જાણવા મળ્યુ છે.

હંમેશની જેમ કોર્પોરેશનનુ ફુડ વિભાગ દ્વારા દશેરા પર્વ પહેલા વિભાગની કામગીરી બતાવવા ફાફડાના ૬,જલેબીના ૧૧ શંકાસ્પદ સેમ્પલ લેવાયા છે.મીઠાઈ અને દૂધની બનાવટ વગેરે થઈ એક સપ્તાહમાં ૧૪૬ ફુડ સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી અપાયા છે.રાજયમાં અમદાવાદથી પણ નાના એવા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ તરફથી મોટા પ્રમાણમાં પનીર અને દૂધ તથા દૂધની બનાવટોનો જથ્થો સીઝ કરાય છે.જયારે અમદાવાદમાં ફુડ વિભાગ માત્ર નામ પુરતી જ કાર્યવાહી કરે છે.