Gujarat

કોર્પોરેશને વિવાદ બાદ લીગલ એડવાઈઝરની બદલી કરી

By GS TEAM
29 Sep 20251 min read
કોર્પોરેશને વિવાદ બાદ લીગલ એડવાઈઝરની બદલી કરી


તાજેતરમાં બાપોદ પોલીસે કોર્પોરેશનના લીગલ એડવાઈઝર વિજય વૈરાગી સામે પ્રોહીબિશનનો ગુનો દાખલ કર્યો હતો. દરમ્યાન આજે કોર્પોરેશનના સામાન્ય વહીવટ વિભાગે વિજય કે. વૈરાગીની બદલીનો આદેશ જારી કર્યો હતો. જેમાં વિજય વૈરાગીને હવે વોર્ડ. 1માં વોર્ડ ઓફિસર તરીકે ફરજ બજાવવાની રહેશે. જ્યારે લીગલ શાખાના મિલન આર. હાંડેને તેમની ફરજો ઉપરાંત લીગલ શાખામાં વિજય વૈરાગીને ફાળવેલ તમામ કામગીરી કરવાની રહેશે.