Get The App

કોર્પોરેશને હોબાળો થતા પરીક્ષા રદ કરી, સહાયક ફાયર સ્ટેશન ઓફિસરની પરીક્ષામાં બહારના પ્રશ્નો પુછાયા

૧૧મી ફેબુ્આરીએ ફરીથી પરીક્ષા લેવા અંગે કોર્પોરેશને કરેલો નિર્ણય

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
કોર્પોરેશને હોબાળો થતા પરીક્ષા રદ કરી, સહાયક ફાયર સ્ટેશન ઓફિસરની પરીક્ષામાં બહારના પ્રશ્નો પુછાયા 1 - image

        


અમદાવાદ,મંગળવાર,20 જાન્યુ,2026

અમદાવાદ ફાયર વિભાગ માટે મંગળવારે સહાયક ફાયર સ્ટેશન ઓફિસરની લેખિત પરીક્ષા લેવામા આવી હતી. આ પરીક્ષામાં ૫૦થી વધુ માર્કસના પ્રશ્નો સિલેબસ બહારના પુછાયા હોવાનો ઉમેદવારોએ હોબાળો કરતા કોર્પોરેશને પરીક્ષા રદ કરી ૧૧ ફેબુ્આરીએ ફરીથી પરીક્ષા લેવા જાહેરાત કરવી પડી હતી.

આઠ જેટલા સહાયક ફાયર સ્ટેશન ઓફિસરની જગ્યા ભરવા  લેવાયેલી લેખિત પરીક્ષા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા લેવામા આવી હતી. આઠ જગ્યા માટે ૨૯ જેટલા ઉમેદવારો લેખિત પરીક્ષામાં હાજર રહયા હતા. પરંતુ ૫૦થી વધુ માર્કસનુ સિલેબસ બહારથી પુછવામા આવ્યુ હોવાની બાબતને લઈ ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો.કોર્પોરેશનના અધિકારીના કહેવા મુજબ, પરીક્ષામાં કેટલાક પ્રશ્ન સિલેબસ બહારથી પુછાયા હોવાથી રદ કરવા નિર્ણય કર્યો છે.