સુરતમાં કોરોનાનો કહેરઃ 21ના મોત, નવા 298 દર્દીઃ 141ને રજા મળી
મૃત્યુઆંક 483, કુલ કેસ 10,872 અને અત્યાર સુધીમાં કુલ 7076 દર્દી સાજા થયાઃ રાંદેરમાં સૌથીવધુ 47 નવા કેસ
દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં 29 મોત, નવા 359 કેસ
સુરતતા.21.જુલાઇ.2020 મંગળવાર
સુરત શહેરમાં કોરોનામંા આજે એક સાથે 225 અને સુરત જીલ્લામાં 73મળી કુલ 287દર્દીઓ ઝપેટમાં આવ્યા હતા. સુરત સિટીમાં 14 દર્દી અને સુરત ગ્રામ્યમાં 7 મળી કુલ 21 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. તો સુરત શહેરમાંથી વધુ 101 અને ગ્રામ્યમાંથી 40 મળી કુલ 141 દર્દીઓને રજા અપાઇ હતી.
આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ રાંદેર ઝોનમાં બે દર્દી,કતારગામ વિસ્તારમાં બે દર્દી,વરાછા,મોટા વરાછા,નાના વરાછા, પાંડેસરા, અમરોલી, ઉમરવાડા, ગોપીપુરાના, સીટીલાઈટ, નાનપુરા દર્દીના વારા ફરતી સારવાર દરમિયાન મોત થયા હતા. જયારે સુરત જીલ્લામાં કામરેજના ત્રણદર્દી સહિત 7 દર્દીના મોત થયા હતા.
સુરત સિટીમાં કોરોનામાં આજ ે225દર્દીઓમાં સૌથી વધુ રાંદેર 47 અને કતારગામના 34, વરાછા-એ 32 સહિતના દર્દીને દાખલ કર્યા છે. સિટીમાં કેસનો આંકે 8950, મૃત્યુઆંક 411 જ્યારે ગ્રામ્યમાં કેસનો આંક 1922 અને મૃત્યુઆંક 72 છે. સિટી-ગ્રામ્યમાં કુલ કેસ 10,872 અને મૃત્યુઆંક 483 થયો છે. સિટીમાંથી આજે 101 અને ગ્રામ્યમાંથી 40 દર્દીને રજા અપાઇ હતી.સિટીમાં અત્યારસુધી ૫૯૩૪ અને ગ્રામ્યમાં 1142 મળી કુલ 7076 દર્દી સાજા થયા છે.
સિવિલના બે ડોકટર અને બે નર્સ, સ્મીમેર નર્સિગ સ્ટાફ, બે ખાનગી ડોકટર, પોલીસ જવાન અને મ્યુનિ.ના ૮ કર્મચારી સંક્રમિત
કોરોના
સંક્રમિતમાં નવી સિવિલ હોસ્પિટલમાં વધુ બે ડોકટર અને બે નર્સિગ સ્ટાફ, સ્મીમેર હોસ્પિટલના
નર્સિગ સ્ટાફ,મસ્કતિ હોસ્પિટલના વોર્ડ બોય,બે પ્રાઇવેટ ડોકટર,પોલીસ કોન્સ્ટેબલ,ઉત્રાણ અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફ નર્સ,સેન્ટ્રલ
ઝોનના સેનેટરી ઇન્સ્પેકટર,રાંદેર ઝોનના સબ સેનેટરી
ઇન્સ્પેકટર,વરાછાના બેલદાર અને મુકાદમ,પાલિકાની
સ્કુલ શિક્ષક,પ્રાથમિક આરોગ્યકેન્દ્રના કર્મચારી,ગર્વમેન્ટના કોન્ટ્રાકટર,વડા પાઉ વેચનાર,સ્કુલ શિક્ષક,મુંબઇની બેન્કની ચીફ મેનેજર તથા હીરાના કામ સાથે સંકળાયેલા ૮વ્યકિતઓ અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા ૧૦ વ્યકિતઓ
કોરોનાની ઝપેટમાં આવ્યા હતાં.
સુરત સિવિલમાં અને સ્મીમેરમા કોરોના સંક્રમિત૭૩૯ દર્દીઓ ગંભીર
સુરત
શહેરમાં અત્યાર સુધીમાં કોરોનામા ૩૯૭ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.નવી સિવિલ અને કોવિડ
હોસ્પિટલમાં વોર્ડમાં આજ રોજ ૬૬૩ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી
૫૯૭ દર્દીઓની હાલત ગંભીર છે .જેમાં ૨૧- વેન્ટિલેટર, ૫૩- બાઈપેપ અને ૫૨૩ દર્દીઓ
ઓક્સિજન પર છે.જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં આજ રોજ ૧૭૭ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર
લઇ રહ્યા છે. તે પૈકી ૧૪૨- દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૬ વેન્ટિલેટર, ૧૦- બાઈપેપ અને ૧૨૬ દર્દીઓ ઓક્સિજન પર છે.
સુરત સિટી-ગ્રામ્યમાં
મૃતક દર્દીઓ
ક્રમ વિસ્તાર ઉંમર જાતી દાખલ
તા.
૧. કતારગામ ૩૫ પુરૃષ ૧૧
?????
૨. નાના વરાછા ૬૫ સ્ત્રી ૧૩
૩. પાંડેસરા ૫૯ પુરૃષ ૦૫
૪. મોટા વરાછા ૬૫ પુરૃષ ૧૫
૫. રાંદેર ૬૨ પુરૃષ ૧૮
૬. પાલનપુરગામ ૭૪ પુરૃષ ૧૭
૭. સુમુલ ડેરી રોડ ૬૮ પુરૃષ ૧૯
૮. અમરોલી ૪૦ પુરૃષ ૧૩
૯. ઉમરવાડા ૬૭ સ્ત્રી ૧૯
૧૦. હીરાબાગ ૪૭ પુરૃષ ૦૪
૧૧.ગોપીપુરા ૬૪ સ્ત્રી ૧૯
૧૨.સીટીલાઇટ ૮૯ પુરૃષ ૧૩
૧૩.નાનપુરા ૮૪ પુરૃષ ૧૫
૧૪.કતારગામ ૭૦ સ્ત્રી ૧૦
૧૫.ઓલપાડ ૭૫ પુરૃષ -
૧૬.બારડોલી ૫૮ પુરૃષ -
૧૭.કામરેજ ૭૪ સ્ત્રી -
૧૮. કામરેજ ૭૦ સ્ત્રી -
૧૯ ઓલપાડ ૬૫ પુરૃષ -
૨૦. પલસાણા ૪૭ પુરૃષ -
૨૧. કામરેજ ૮૦ પુરૃષ -
સુરત સિટીમાં કયા ઝોનમાં
કેટલા કેસ
ઝોન નવા કેસ કુલ કેસ
સેન્ટ્રલ ૨૪ ૧૦૫૪
વરાછા એ ૩૨ ૧૨૧૩
વરાછા બી ૨૬ ૮૯૧
રાંદેર ૪૭ ૯૩૫
કતારગામ ૩૪ ૨૦૯૭
લિંબાયત ૧૬ ૧૩૫૮
ઉધના ૧૫ ૬૬૭
અઠવા ૩૧ ૭૩૫