કોરોના નકલી દવા કૌભાંડ : મુખ્ય સૂત્રધાર સુરતનો સોહેલ તાઈ ઝડપાયો
- અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સોહેલ પાસેથી રૂપિયા 7.38 લાખનો વધુ નકલી દવાનો જથ્થો કબજે કર્યો
અમદાવાદ, તા. 30 જુલાઈ 2020 ગુરૂવાર
કોરોનાની મહામારી વચ્ચે ટોસિલિજૂમેબ ઈન્જેકેશન મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે 5 સામે વસ્ત્રાપુરમાં ફરિયાદ નોંધાઈ હતી.
ક્રાઈમ બ્રાંચના જણાવ્યા પ્રમાણે સુરતનો સોહેલ તાઈ ડિવાઈન ફાર્મસીમાં કામ કરતો હતો. બાદમાં તેણે ધંધો શરૂ કર્યો હતો. તે જાણીતી કંપનીના સ્ટીરોઈડ મંગાવી પોતાની બ્રાન્ડનુ સ્ટીરોઈડ વેંચતો હતો.
સોહેલે નિલેશ નામના શખ્સને સ્ટીરોઈડ વેચ્યા હતા. પાલડીમાં હર્ષ ઠાકોરના પિતા અને ભાઈ વીએસ અને આસપાસના વિસ્તારોમાં નોકરી કરે છે. તેઓ સ્ટીરોઈડનું નામ બદલી નકલી ઈન્જેકેશન વેચતા હતા. વેજલપુરની ફાર્માસ્યુટિકલ કંપનીના ભાગીદાર અને કમિશન એજન્ટ સહિત 8 સામે ગુનો દાખલ કરાયો છે.
બાંગ્લાદેશના શબ્બીર નામના શખ્સ પાસેથી કરોડોના ઈન્જેક્શન આયાત કર્યા હતા. સુરતમાં અનેક દર્દીઓ અને ડોકટરોને ઈન્જેક્શન ઊંચા ભાવે આપ્યા હોવાનું બહાર આવ્યું છે. બાંગ્લાદેશથી બે વાર ગુજરાતમાં ઇન્જેક્શન મંગાવ્યા હતા. મૂળ કિંમતને ભૂંસી ઊંચી કિંમત પર ઇન્જેક્શન વેંચતા હતા. અને અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતો સંદિપ માથુકિયા મુખ્ય કમિશન એજન્ટ હતો. અને સંદીપે જ સુરતમાં પિતરાઈ ભાઈ યશના ઘરે ઇન્જેક્શન મુક્યા હતા.