રાજ્યમાં કોરોનાનો કહેર: છેલ્લા 24 કલાકમાં 514 પોઝિટિવ કેસ, 28 દર્દીના મોત અને કુલ સંક્રમિતો 24104
ગાંધીનગર, 15 જુન 2020 સોમવાર
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત રહેતા સતત ચોથા દિવસે પોઝીટીવ દર્દીઓનો આંકડો 500ને પાર રહ્યો છે, ત્યારે આજે વધુ 514 પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 28 દર્દીના મોત થયા છે. સાથે જ 339 દર્દી સાજા થઈને પોતાના ઘરે ગયા છે.
આમ રાજ્યમાં કોરોના કેસનો કુલ આંક 24104 થયો છે. જ્યારે મોતનો કુલ આંક 1506 થયો છે. અને ડિસ્ચાર્જનો કુલ આંક 16672 થયો છે.અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 327 કેસ નોંધાયા છે. જ્યારે 23 લોકોનાં મોત નીપજ્યા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 514
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 24104
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 28
રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 339
ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 16672
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કેસો જોઈએ તો, અમદાવાદ ૩૨૭, સુરત ૬૪, વડોદરા ૪૪, ગાંધીનગર ૧૫, જામનગર ૯, ભરૂચ ૯, રાજકોટ ૮ પંચમહાલ, ૭, સાબરકાંઠા ૪, જુનાગઢ ૪, પાટણ ૩, સુરેન્દ્રનગર ૩, મહેસાણા ૨, અરવલ્લી ૨, વલસાડ ૨, બનાસકાંઠા ૧, આણંદ ૧, કચ્છ ૧, ખેડા ૧, બોટાદ ૧, નવસારી ૧, નર્મદા ૧, અમરેલી ૧, અન્ય રાજ્યમાં ૩ કેસ નોંધાયા હતા.
રાજ્યમાં કોરોનાનાં એક્ટિવ કેસો હાલમાં 5926 છે. જેમાંથી 71 દર્દીઓની હાલત ગંભીર છે. અને 5855 દર્દીઓની હાલત સ્થિર છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 23, સુરતમાં 4 અને અરવલ્લીમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
સુરતમાં પોઝિટિવ કેસોની સંખ્યા 2855 થઈ
ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા ખુબ ઝડપથી વધી રહી છે. અત્યાર સુધીમાં 23,544 પોઝીટીવ કેસો નોંધાઈ ચુક્યા છે, જેમાં અમદાવાદ પછી સુરતનો નંબર આવે છે, સુરતમાં પોઝિટિવ કેસોની સંખ્યા 2855 થઈ છે. સુરતમાં કુલ મૃતાંક 108 થઈ ગયો છે.
એક સમયે સેન્ટ્રલ ઝોન અને લિંબાયત ઝોન કોરોનાનું એપિક સેન્ટર હતું, ત્યારે હવે કતારગામ ઝોન એપી સેન્ટર બન્યું છે, તેમાં પણ ખાસ કરીને હીરા ઉદ્યોગ કોરોનાના નિશાના પર છે, જેમાં કારખાનામાં કામ કરતા રત્ન કલાકારોનો રીપોર્ટ પોઝીટીવ આવી રહ્યો છે,
રાજ્યમાં કોરોનાનાં એક્ટિવ કેસો હાલમાં 5926 છે. જેમાંથી 71 દર્દીઓની હાલત ગંભીર છે. અને 5855 દર્દીઓની હાલત સ્થિર છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 23, સુરતમાં 4 અને અરવલ્લીમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
અમરેલી જિલ્લાના બગસરામાં મહિલા પોઝિટિવ
કોરોનાના કહેરે લોકોના જીવ તાળવે ચોટાડી દીધા છે ત્યારે અમરેલી જિલ્લાના બગસરામાં વધુ એક 51 વર્ષિય મહિલાનો કેસ પોઝિટિવ આવ્યો છે. મહિલા અમદાવાદથી બગસરા આવી હતી.મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવતા આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં કુલ 2,11,867 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,07,290 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 4,658 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.