Gujarat

રેસકોર્સ વિસ્તારમાં ખાનગી ઓફિસોના 25 એસીના કોપર વાયરોની ચોરી

By GS TEAM
2 Jun 20261 min read
રેસકોર્સ વિસ્તારમાં ખાનગી ઓફિસોના 25 એસીના કોપર વાયરોની ચોરી

વડોદરાઃ રેસકોર્સ વિસ્તારમાં ખાનગી ઓફિસોના એસીના આઉટડોર યુનિટોમાંથી કોપર વાયરોની ચોરી થતાં ઓફિસના કર્મચારીઓ પરેશાન થઇ ગયા હતા.

ચકલા સર્કલ પાસે આવેલી ગોલ્ડન આઇકન નામની બિલ્ડિંગની પાછળના ભાગે જુદીજુદી ઓફિસોના ૧૯ એસીના આઉટડોર યુનિટના કોપરના વાયરોની ચોરી થતાં અકોટા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

આવી જ રીતે ઊર્મિ સર્કલ પાસે આવેલી વિધિ સ્કવેર નામની બિલ્ડિંગમાં આવેલા બ્યુટી સલૂનના પાંચ એસીના આઉટડોર યુનિટના વાયરોની ચોરી થતાં મેનેજરે પોલીસ ફરિયાદ કરી છે.