વડોદરા જિલ્લા નગરપાલિકાઓની સંકલન બેઠક મળી
મુખ્યત્વે ગ્રાન્ટ અને પ્રાથમિક સુવિધા મુદ્દે ધારાસભ્ય અને પ્રમુખોની રજૂઆત
સર્કિટ હાઉસ ખાતે આજરોજ રીજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીસ વડોદરા ઝોનની અધ્યક્ષતામાં વડોદરા જિલ્લાની નગરપાલિકાની સંકલન બેઠક મળવા પામી હતી. જેમાં ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખોએ વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરતા વહેલી તકે ઉકેલની ખાતરી આપી હતી.
બેઠકમાં કરજણ ખાતે મોડલ ફાયર સ્ટેશન ટેન્ડર પ્રક્રિયામાં ગ્રાન્ટ ઓછી હોય તફાવતની રકમ વહેલી તકે મળે, અમૃત યોજના હેઠળની ગ્રાન્ટ વહેલી તકે ફાળવાય, સ્વચ્છતા, રોડ રસ્તા સહિતના પ્રશ્નો અંગે કરજણ ધારાસભ્યની રજૂઆત હતી. તેમજ નવું ગોવિંદપુરા તળાવની પેન્ડિંગ દરખાસ્ત, રખડતા પશુઓને એક સ્થાને રાખવા વ્યવસ્થા ઊભી કરવા અંગેનો પ્રોજેક્ટ, સફાઈ કામદારોની મહેકમ સહિતના પ્રશ્નો અંગે પાદરાના ધારાસભ્યની રજૂઆત હતી. જ્યારે ડભોઇ ધારાસભ્યનું કહેવું હતું કે, આરસીએમ પાસે કોઈ એવો પાવર નથી કે અમે માંગણી કરીએ તે કરી શકે. અમે જે માંગણી મૂકીએ તેની દરખાસ્ત ઉપર સુધી તેઓ મોકલશે. ડભોઇ ખાતે આઇકોનિક રસ્તા અને બ્યુટીફિકેશન માટેની ગ્રાન્ટ, ડોર ટુ ડોર વાહનો, ખુલ્લા વરસાદી કાંસ બંધ કરવા સહિતના પ્રશ્નો અંગે રજૂઆત કરી છે.