Get The App

પોલીસ ભવન ખાતે સાંસદ - ધારાસભ્યોની સંકલન બેઠક યોજાઇ

પોલીસની સંકલન બેઠકમાં શહેરમાં વકરતી ટ્રાફિક સમસ્યા અંગે નેતાઓની એકમત રજૂઆત

ધારાસભ્યએ કહ્યું : નવરાત્રી - ગણપતિ પર્વની રંગે ચંગે ઉજવણી થવા દેજો

Updated: Jul 4th, 2025

GS TEAM

Google News
Google News
પોલીસ ભવન ખાતે સાંસદ - ધારાસભ્યોની સંકલન બેઠક યોજાઇ 1 - image


આજે પોલીસ ભવન ખાતે પો. કમિશ્નરની અધ્યક્ષતામાં સાંસદ- ધારાસભ્યોની મળેલ સંકલન બેઠકમાં નેતાઓએ શહેરમાં વકરી રહેલ ટ્રાફિક , સાઇબર ક્રાઇમ, પ્રોહિબિશન સહિતના વિષયોને લઈ રજૂઆત કરી હતી.

સાંસદની રજૂઆત હતી કે, ટ્રાફિક હળવો કરવા  રસ્તા ઉપરના દબાણો દૂર થવા જોઈએ, સાયબર ક્રાઇમના ગુનામાં વધારો થતા હજુ જાગૃતતા ફેલાવવાની જરૂર છે, દારૂનું વિતરણ થઈ રહ્યું હોવાની ફરિયાદો મળી રહી છે, કેટલાક પોલીસ સ્ટેશનના વહીવટદારની ટ્રાન્સફર થવા છતાં ત્યાં ફરજ બજાવતા હોય તેઓને તાત્કાલિક છૂટા કરી સિન્ડિકેટ તોડવી જોઈએ. તેમજ માંજલપુર ધારાસભ્યની રજૂઆત હતી કે, નવરાત્રી - ગણપતિ પર્વમાં પરવાનગી સરળતાથી આપવી, ટ્રાફિક પોલીસ નિષ્ક્રિય છે, પોલીસ મહેકમમાં 40 ટકા ઘટ હોય સરકારમાં રજૂઆત કરીશું, ડી.જે. સાથે તહેવારોની રંગે ચંગે ઉજવણી થવી જોઈએ, રસ્તાઓ વચ્ચે ભરાતી શાકમાર્કેટના ધોરણ નક્કી કરવા જોઈએ. જ્યારે અકોટા ધારાસભ્યની રજૂઆત હતી કે, રસ્તા ઉપર ટ્રાફિકના નિયમો દર્શાવતા જરૂરી સાઈન બોર્ડ અને પેઈન્ટિંગનો અભાવ છે, ડિવાઈડરના નકામા કટ બંધ કરવા જોઈએ, જીબ્રા ક્રોસિંગ નીતિ નિયમ મુજબ રાખવા જોઈએ. તથા સયાજીગંજ ધારાસભ્યની રજૂઆત હતી કે, લોકો રોંગ સાઈડ વાહનો દોડાવી રહ્યા છે, રસ્તા પર વાહનોનું આડેધડ પાર્કિંગ થઈ રહ્યું છે, નશામુક્ત વડોદરા માટે સખત કાર્યવાહી કરવી જોઈએ. પો. કમિશ્નરનુ કહેવું હતું કે, ઓર્ગેનાઇઝ ક્રાઇમ અંગે કડકાઈથી કાર્યવાહી થઈ છે, પાછલા વર્ષની સરખામણીએ ક્રાઈમરેટમાં ઘટાડો થયો છે, ટ્રાફિક પોલીસ અને ટીઆરબીની તાલીમબધ્ધ ટીમો ફરજમાં છે, સંકલનમાં મળેલ સૂચનો અનુસંધાને જરૂરી વિભાગો સાથે સંકલન કરી વધુ સુચારું વ્યવસ્થા માટે પ્રયત્ન રહેશે.

Tags :