Get The App

સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારી પાર્કના પ્રાણી-પક્ષીઓ માટે ઠંડકની વ્યવસ્થા, ખાસ ડાયટ પ્લાન બનાવાયો

Updated: Apr 12th, 2025

GS TEAM

Google News
Google News
સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારી પાર્કના પ્રાણી-પક્ષીઓ માટે ઠંડકની વ્યવસ્થા, ખાસ ડાયટ પ્લાન બનાવાયો 1 - image

Statue of Unit : અંગ દઝાડતી ગરમીથી ન માત્ર માણસો પરંતુ પ્રાણીઓ પણ પરેશાન છે. આકરી ગરમીની તેમના પર પણ અસર થતી હોય છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલો જંગલ સફારી પાર્કના પક્ષીઓ અને પ્રાણીઓને ગરમીથી રાહત આપવાના પ્રયાસ કરવામાં આવ્યા છે.  સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલો જંગલ સફારી પાર્ક 375 એકરમાં ફેલાયેલો છે, હાલના સમયમાં ઉનાળામાં અહી સમાવેશ કરાયેલા સેંકડો પ્રાણી-પક્ષીઓની સવિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. પ્રત્યેક પ્રજાતીના પ્રાણી-પક્ષીઓ માટે ખાસ ડાયેટ પ્લાન અંતર્ગત ખાસ ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે, કેટલાક વિદેશી કપિરાજની પ્રજાતિ અને પક્ષીઓ માટે ખાસ પ્રકારના ફળોના રસ અને ફળોને ફ્રોજન કરીને તેના આઇસ કયુબ અને પોપ્સીકલસ બનાવીને પણ આપવામાં આવી રહ્યા છે. 

સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારી પાર્કના પ્રાણી-પક્ષીઓ માટે ઠંડકની વ્યવસ્થા, ખાસ ડાયટ પ્લાન બનાવાયો 2 - image

જંગલ સફારીમાં રહેલા તમામ પ્રાણી-પક્ષીઓને ગરમીમાં રક્ષણ મળે તે માટે જરૂરીયાત મુજબ એરકુલર, AC, પંખા સહિતની આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે અને વિદેશી અને ભારતીય બર્ડ એવીયરી અને કેટલાક પિંજરામાં ખાસ સ્પ્રિંકલર મુકીને પાણીનો સતત છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે પ્રાણી-પક્ષીઓને ગરમી સામે રક્ષણ મળી રહ્યુ છે. પ્રત્યેક પિંજરામાં નાના-મોટા પાણીના તળાવ બનાવવામાં આવ્યા છે, હિપ્પોપોટેમસ, ભારતીય ગેંડો, ભારતીય ગોર અને રીંછ તથા હરણ સહિતના વિભાગમાં આવેલા તળાવ આ પ્રાણીઓને ગરમી અને લૂ સામે રક્ષણ આપી રહ્યા છે, તો પેટ ઝોન ખાતે નાના પ્રાણી-પક્ષીઓ કે જે મોટાભાગે વિદેશથી લાવવામાં આવેલ છે જેમના માટે પણ એર કુલર સહિતની વ્યવસ્થા ઉભી કરાઇ છે. જ્યાં જરૂર હોય ત્યાં પતરાના શેડ અને ગ્રીન નેટ પણ લગાવવામાં આવી છે.