Vadodara : વડોદરા શહેરના છેવાડે આવેલા કોટંબી ખાતે નવું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. જ્યાં હાલમાં WPLની ક્રિકેટ મેચો રમાઈ રહી છે. જ્યાં ગઈકાલે ગુજરાત જાયન્ટ અને આરસીબી વચ્ચેની મેચ રમાઈ હતી. આ અગાઉ શીખ ધર્મનો યુવક કિરપાણ સાથે સ્ટેડિયમ નજીક આવી પહોંચ્યો હતો. ત્યારે ફરજ પરના સિક્યુરિટી જવાને તેને રોકી પ્રવેશબંધી ફરમાવતા વિવાદ સર્જાયો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. બે-બે કલાક જેવી ભારે મથામણ બાદ શીખ યુવકને કિરપાણ સાથે સ્ટેડિયમમાં જવાની છૂટ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે શહેર નજીકના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગઈકાલે સમી સાંજથી ગુજરાત અને આરસીબી વચ્ચે WPLની ક્રિકેટ મેચ રમાના હતી. ક્રિકેટ ચાહકો મેદાનમાં પ્રવેશ મેળવવા માટે સિક્યુરિટી જવાનના ચેકિંગ માટે લાઈન લગાવીને ઉભા હતા.
દરમિયાન એક શીખ ક્રિકેટ ચાહક પોતાના પાંચ ધાર્મિક પ્રતીક પૈકી કિરપાણ સાથે એન્ટ્રીગેટ પાસે સિક્યુરિટી જવાન નજીક પહોંચ્યો હતો ત્યારે સિક્યુરિટી જવાને તેને કિરપાણ સાથે સ્ટેડિયમમાં જવાની મંજૂરી આપતા રોક્યો હતો. પરિણામે શીખ યુવકે પોતાના ધાર્મિક રીતે રિવાજ મુજબ અને સરકાર દ્વારા મંજુર થયેલા પાંચ ધાર્મિક પ્રતિકો પૈકીનું કિરપાણ એક પ્રતિક હોવાનું સિક્યુરિટી ગાર્ડને જણાવ્યું હતું. પરંતુ ભારે રકઝક છતાં પણ શીખ ક્રિકેટ ચાહક યુવકને સ્ટેડિયમમાં જવાની મંજૂરી નહીં મળતા નજીકના પોલીસ અધિકારીનો સંપર્ક કર્યો હતો છતાં પણ ક્રિકેટ ચાહક શીખ યુવકની ભારે સમજાવટ બાદ સ્ટેડિયમમાં એન્ટ્રી બે કલાકની મથામણ બાદ એન્ટ્રી મળી હતી.
આ અંગે શીખ યુવક ક્રિકેટ ચાહકે બરોડા ક્રિકેટ એસોસિએશનને ખાસ અપીલ કરી હતી કે શીખ સમુદાયના ધાર્મિક પ્રતિકો પ્રત્યે ફરજ પરના સિક્યુરિટી ગાર્ડની યોગ્ય સમજાવટ કરે જેથી અન્ય કોઈ શીખ સમુદાયની વ્યક્તિને મેદાનની અંદર જવામાં કોઈ અડચણ ઊભી ન થાય એ અંગે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ક્રિકેટ ચાહકે જણાવ્યું હતું.


