શહેર નજીક કોટંબી ખાતે આવેલા બીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મહિલા પ્રિમિયર લીગની મેચ નિહાળવા પહોંચેલા શીખ યુવકોને કિરપાણ સાથે સ્ટેડિયમમાં પ્રવેશતા રોકવા મામલે શીખ સમુદાય દ્વારા બીસીએ ઓફિસે રજૂઆત કરાઈ છે.
શીખ સંગત ફાઉન્ડેશનની રજૂઆત મુજબ, ગઈ તા. ૧૯ જાન્યુઆરીએ કોટંબી સ્થિત બીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ડબલ્યુ.પી.એલ. મેચ નિહાળવા પહોંચેલા ચાર શીખ યુવકોને તેમના ધાર્મિક પ્રતિક કિરપાણ સાથે સ્ટેડિયમમાં પ્રવેશતા સુરક્ષાકર્મીઓએ રોક્યા હતાં.
ભારતીય બંધારણમાં શીખ સમુદાયના વ્યક્તિઓને કિરપાણ ધારણ કરવાનો અને સાથે રાખવાનો અધિકાર આપવામાં આવ્યો હોવાનું જણાવી સુરક્ષાકર્મીઓ દ્વારા કિરપાણને પ્રતિબંધિત વસ્તુ તરીકે ગણવી તે બાબતે ચિંતા જતાવી આવા વર્તનથી સમગ્ર રાજ્યના શીખ સમુદાયની લાગણી દુભાઈ હોવાનું રજૂઆતમાં જણાવ્યું છે.
તેમજ ભવિષ્યમાં આવી ઘટના ફરી ન ઘટે તથા આગામી મેચોમાં શીખ દર્શકોને તેમના ધાર્મિક પ્રતિકો સાથે પ્રવેશ મળે તેવી સુવિધા સુનિશ્વિત કરવા માગ કરી હતી.


