Get The App

વડોદરા: રેસકોર્સ વિસ્તારમાં ઓવરટેકના મુદ્દે તકરાર, કારચાલક ડોક્ટર યુવતી અને પિતા પર હુમલો

Updated: Nov 19th, 2021

GS TEAM


Google News
Google News
વડોદરા: રેસકોર્સ વિસ્તારમાં ઓવરટેકના મુદ્દે તકરાર, કારચાલક ડોક્ટર યુવતી અને પિતા પર હુમલો 1 - image


વડોદરા, તા. 19 નવેમ્બર 2021 શુક્રવાર 

વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં ઓવરટેકના મુદ્દે થયેલી તકરાર બાદ રિક્ષાચાલક અને તેના પરિવારના સદસ્યોએ કારચાલક ડોક્ટર યુવતી અને તેના પિતા પર હુમલો કરતાં પોલીસ ફરિયાદ થઇ છે.

ગોત્રી મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરતી ડોક્ટર યુવતીએ પોલીસને કહ્યું છે કે, ગઈ સવારે કોલેજમાંથી કાર લઇ મારા ઘર તરફ જઈ રહી હતી ત્યારે રેસકોર્સ સીએનજી પંપ નજીક બ્રિજ પાસેથી પસાર થતા રિક્ષાચાલક સાઈડ આપતો નહીં હોવાથી તેને ઓવરટેક કરી આગળ વધી હતી.

આ વખતે મેં રિક્ષાચાલકને હાથ કરી દેખાતું નથી તેમ કહેતા રિક્ષામાં બેઠેલી એક મહિલાએ આ તારો બાપ છે... તેમ કહી મને ઉભી રાખી હતી. ત્યારબાદ રિક્ષાચાલક ઘનશ્યામ ઠક્કર તેમજ અંદર બેઠેલા તેના પરિવારના સદસ્યો એ મારી સાથે બોલાચાલી કરી હતી.

યુવતીને કારમાંથી વાળ પકડીને ખેંચી માર માર્યો હતો તેમજ તેના પિતા આવી જતાં તેને પણ માર માર્યો હતો. પોલીસે આ અંગે ઘનશ્યામ ઠક્કર, તેની પુત્રી, માતા અને અન્ય બે જણા સામે ગુનો નોંધ્યો છે. 

Tags :