વડોદરાના ગોત્રી તળાવમાં ગત વર્ષેની જેમ આ વર્ષે પણ ફીણવાળું પાણી આવતા વિવાદ
Vadodara : વડોદરાના ગોત્રી તળાવમાં ફીણવાળું પાણી આવતું હોવાની જાણ થતા સ્થાનિક કોર્પોરેટર તાત્કાલિક તળાવ ખાતે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગત ચોમાસા દરમિયાન પણ ફીણવાળું પાણી આવવાનું શરૂ થયું હતું ત્યારે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.પરિણામે ફીણવાળું પાણી આવવાનું બંધ થયું હતું.
જ્યારે ચાલુ આ વર્ષે ફરી એકવાર ફીણવાળું પાણી આવવાનું શરૂ થતા તંત્રને તાત્કાલિક ધોરણે જાણ કરાશે અને ઘટતું કરવા માંગ કરાવ કરવામાં આવશે તેવું કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટએ જણાવ્યું હતું. તળાવમાં માછલીઓ સહિત અન્ય જળચર પ્રાણીઓ પણ હોવાથી તેમના જીવને કોઈ નુકસાન ન થાય એ અંગેનું ધ્યાન પણ રાખવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.