વડોદરા કોર્પોરેશનની મુખ્ય કચેરી સંકુલમાંથી દારૂની ખાલી બોટલો મળતા ચકચાર
Vadodara Corporation : ગુજરાતમાં જ્યારે દારૂબંધી છે ત્યારે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, મેયર મ્યુ. કમીશનરની ઓફિસો નીચેના માર્કેટ સંકુલમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી છે. જે ખંડેરાવ માર્કેટમાં દારૂની મહેફિલો જામતી હોવાનો પુરાવો હોવાનું નકારી શકાતું નથી.
ઉલ્લેખનીય છે કે ખંડેરાવ માર્કેટ સ્થિત પાલિકાની કચેરીમાં શહેરના પ્રથમ નાગરિક મેયર, સ્થાયી અધ્યક્ષ, મ્યુ. કમિશનર સહિતના અનેક ઉચ્ચ પદાધિકારીઓ-અધિકારીઓ પોતપોતાની ફરજ અંગે દિવસ દરમિયાન બિરાજિત થતા હોય છે. જ્યારે બીજી બાજુ ખંડેરાવ માર્કેટ સંકુલમાં બનાવવામાં આવેલ બગીચામાંથી દારૂની અસંખ્ય ખાલી બોટલો મળી આવી છે. આમ પાલિકા સંકુલમાં શરાબની મહેફીલો જામતી હોવાની શક્યતા નકારી શકાતી નથી. જો આ બાબતે ખાનગી રહે તપાસ કરવામાં આવે શક્યતા નકારી શકાતી નથી. જો હકીકતમાં આવી કોઈ દારૂની મહેફિલ જામતી હોય તો એ અંગે જવાબદાર કોણ એ પણ એક સવાલ છે?