Gujarat

વડોદરામાં આંગણવાડીઓમાં પૌષ્ટિક આહાર સમાન દૂધ બાળકોને નહીં અપાતું હોવાની ફરિયાદથી વિવાદ

By GS TEAM
25 Jul 20251 min read
TukuTouch Logo
વડોદરા મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીઓમાં બાળકોને પૌષ્ટિક આહાર નહીં અપાતો હોવાની ફરિયાદો ઉઠી

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં આંગણવાડીઓમાં પૌષ્ટિક આહાર સમાન દૂધ બાળકોને નહીં અપાતું હોવાની ફરિયાદથી વિવાદ

image : Filephoto

Vadodara : વડોદરા મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીઓમાં બાળકોને પૌષ્ટિક આહાર નહીં અપાતો હોવાની ફરિયાદો ઉઠી છે. ઉલ્લેખનીય છે કે શહેરના વિવિધ વિસ્તારમાં નાના બાળકો માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આંગણવાડી ચલાવવામાં આવે છે. જ્યાં બાળકોને તેમની ઉંમરના પ્રમાણમાં પૌષ્ટિક આહાર આપવાનું આયોજન છે. છતાં પણ પૌષ્ટિક આહાર સમાન દૂધ છેલ્લા બે દિવસથી નહીં અપાતું હોવાની ફરિયાદો સામે આવી છે.

જ્યારે બીજી બાજુ એક મહિના અગાઉ પણ આવી જ ફરિયાદો ઉઠી હતી. દરમિયાન પાલિકા મેયર પિન્કીબેન સોનીએ જણાવ્યું હતું કે નાના બાળકોને તેની પાચન ક્ષમતાને અનુસાર અને પ્રોટીન પચાવી ન શકે તેવા બાળકોના ખોરાકમાં ફેરફાર કરવો પડે છે