Gujarat

વિવાદે ચડેલો બાજવા-છાણીનો રોડ રસ્તો અંતે મંજૂર થતા આક્ષેપ-પ્રતિઆક્ષેપ

By GS TEAM
10 Dec 20251 min read
TukuTouch Logo
રણોલી ગામના સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન આપ્યું

Summarized by AI; it may make mistakes. Check important info

વિવાદે ચડેલો બાજવા-છાણીનો રોડ રસ્તો અંતે મંજૂર થતા આક્ષેપ-પ્રતિઆક્ષેપ

Vadodara : બાજવા-છાણીને જોડતા રોડ રસ્તાનો વિવાદ છેલ્લા કેટલાય વખતથી ચાલી રહ્યો હતો. પરંતુ હવે આ રોડ-રસ્તો મંજૂર થયાની જાણ થતા સ્થાનિકોમાં ખુશી ફેલાઈ હતી. છતાં પણ રણોલી ગામના સ્થાનિક રહીશો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન આપવા પહોંચ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે છાણી બાજવાને જોડતા રોડ રસ્તાનો વિવાદ છેલ્લા કેટલાય વખતથી ચાલતો હતો પરંતુ હવે તેનો અંત આવ્યો છે. આ અંગે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અને વોર્ડ નં.1ના કોંગ્રેસના કોર્પોરેટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા જ્યાં આક્ષેપો પ્રતિ આક્ષેપો શરૂ થયા બાદ ધારાસભ્યએ જણાવ્યું હતું કે હવે આ રોડ મંજૂર થઈ ગયો છે અને તાત્કાલિક ધોરણે બની જશે. જ્યારે બીજી બાજુ રણોલી ગામના સ્થાનિક રહીશોએ જિલ્લા કલેક્ટર કચેરીએ બપોરે પહોંચીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.